ખંભાળિયાની ગ્રામ્ય સરકારી શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ 25 જેટલી વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિલ્લોલ વાર્ષિક મહોત્સવના આ આયોજન માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ