વેચાતું પાણી મોંઘા ભાવે ખરીદી કરી કામ ચલાવવું પડે છે
ઉના તાલુકાના દરિયાકાંઠાના નવાબંદર ગામમાં છેલ્લા 11 દિવસથી પાણીનો પુરવઠો બંધ છે. 25 હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામના મોટાભાગના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ગામને રાવલ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, જેના માટે ઉનાથી નવાબંદર સુધી કરોડોના ખર્ચે પાઇપ લાઇન નાખવામાં આવી છે. જોકે,અધિકારીઓહાલમાં આ લાઇનમાં ફોલ્ટ હોવાનું જણાવી રહ્યા છે, જેના કારણે પાણી પહોંચી રહ્યું નથી. દરિયાકિનારાનું ગામ હોવાથી કૂવા અને બોરમાં ખારું પાણી આવે છે, જે પીવા કે અન્ય વપરાશ માટે યોગ્ય નથી.
પાણી ન મળવાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમને નજીકના ગામડાઓમાંથી વેચાતું પાણી લેવા મજબૂર થવું પડે છે. એકરિક્ષાપાણી મંગાવવા માટે 500 રૂપિયા ખર્ચવા પડે છે, જ્યારે પીવા ના પાણીના કેરબાનો ભાવ 20 રૂપિયાથી વધીને 25 રૂપિયા થઈ ગયો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠાવિભાગ ના એક પણ અધિકારીએ છેલ્લા 11 દિવસથી ગામની મુલાકાત લીધી નથી. માત્ર લાઇન રિપેરિંગ કરનારા કર્મચારીઓ આવે છે, પરંતુ તેઓફોલ્ટશોધીશક્યાનથી. જ્યારે પાણી પુરવઠાના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જૂનાગઢમાં મીટિંગમાં હોવાનું જણાવી ઓફિસમાંથી સ્ટાફને નવાબંદર મોકલવાનું કહ્યું હતું.
પાણી પુરવઠો બંધ હોવાથી માછીમારી માટે જતા માછીમારોને તેમની બોટમાં લઈ જવા માટે પણ પાણી મળતું નથી. ગામમાં બે સંપ હોવા છતાં, એક પણ સંપ સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે ગ્રામજનોપાણી પુરવઠો બંધ હોવાથી માછીમારી માટે જતા માછીમારો ને તેમની બોટમાં લઈ જવા માટે પણ પાણી મળતુંનથી. ગામમાં બે સંપ હોવા છતાં, એક પણ સંપ સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે ગ્રામજનો પાણી વગર વલખાં મારી રહ્યા છે. હાલ ફોલ્ટ શોધવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ 11 દિવસ વીતી ગયા હોવા છતાં ફોલ્ટ મળ્યો નહીં હોવાથી સમસ્યા યથાવત છે.ગામ ના સરપંચ સોમવાર ભાઈ મજિઠીયા દ્વારા આ બાબતે રાવલ જુથ યોજના અધિકારી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ટેકનીકલ દ્વારા ફોલ્ડ શોધી વહેલી તકે આ ગામ ને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે.
