શિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાત્ો યોજાઇ રહેલા ‘મીની કુંભ મેળામાં આવતા લાખો શ્રધ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદૃર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોન્ો પરિવનમાં કોઇ અગવડ ન પડે ત્ો માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે.મેળા દૃરમિયાન જૂનાગઢ, પોરબંદૃર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. અમદૃાવાદૃ, વડોદૃરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદૃ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની ૭૫ બસોન્ો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે.
દિૃવ્યાંગ અન્ો સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડની વાઘેશ્ર્વરી મંદિૃર સુધી બસની સુવિધા ત્ોમજ વાઘેશ્ર્વરી મંદિૃરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અન્ો દિૃવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
