હળવદના ટીકરમાં સાડા પાંચ તોલાના દાગીના ચોરનાર શખ્સની ધરપકડ

મોરબીમાં બેટરીના પાણીના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપાઈ

હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી, ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ રૂ.3.94 લાખનો મુદામાલ રીકવર કરાયો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ગત તા.11/02/2026 ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી સુરેશભાઇ કાનજીભાઇ મકવાણા રહે ગામ ટીકર(રણ) તા.હળવદ વાળાના રહેણાંક મકાનમાંથી તા. 6 અને 7 ફેબ્રુઆરીના રોજ કોઇ અજાણ્યો ઇસમ સોનાના અલગ અલગ દાગીનાઓ જેની કુલ કિ.રૂ 3.94,057 /- જેટલી ગણી શકાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ જે ગુનો ડિટેકટ કરવા હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસે અત્રેના સર્વેલન્સ ટીમને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ ટીમ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે આરોપી વિશાલ વિશાલ રમેશભાઇ ખાંભડીયા ઉવ.21 રહે ગામ ટીકર (રણ) તા.હળવદ વાળા પાસેથી આ કામે ચોરીમાં ગયેલ અસલ તમામ મુદામાલ સોનાના દાગીનાઓ જેનુ કુલ વજન આશરે સાડા પાંચ તોલા જેની કિ.રૂ.3,94,057/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દારૂની હેરાફેરી કરતા એક ઇસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સ મારફતે દારૂના પાર્સલ લાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા લાતીપ્લોટ શેરી નંબર 6 પાસે રેડ કરી લોડિંગ રિક્ષામાંથી પાર્સલ પેકિંગના બોક્સ ઝડપી પાડ્યા છે. જેમાંથી સાત બોક્સમાં કુલ 1248 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે ત્રણ બોક્સમાં બેટરીના પાણીની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે દારૂની બોટલો, બેટરી પાણી, બનાવટી બિલ અને લોડિંગ રિક્ષાનો મુદ્દામાલ મળી કુલ રૂ. 4,57,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આ બનાવમાં તૌફિકભાઇ મહેબુબભાઇ હાજીસા બુખારીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સાહીલ હનીફભાઇ પરમાર નામનો શખ્સ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ