તમામ ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત એક આરોપી ઝડપાયો
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના એક નિર્દોષ વેપારી ઉપર ઉનાના ચાર માથાભારે શખ્શો એ જીવલેણ હુમલો કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે.આજે આ ઘટના ના વિરોધ માં એક વિશાળ રેલી ડોળાસા થી કોડીનાર સુધી યોજાય હતી.આ બાબતે કોડીનાર મામલતદારશ્રી અને કોડીનાર પોલીસ માં રજૂઆત કરવામાં આવી હતી.ગત તારીખ 11/2 ની રાત્રીના સાડા બાર વાગ્યે ડોળાસા ગામ ના વેપારી દેવાંગ હાર્ડવેર ની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી ઉપર ઉના ના ચાર માથાભારે ઈસમોએ તેમની વાડી નજીક જીવલેણ હુમલો કરી કરતા લોહી લુહાણ હાલત માં કોડીનાર દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા.જે સમગ્ર ઘટના ના આજે ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે.બનાવના વિરોધ માં આજે ડોળાસા ગામ ના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા ની માંગ સાથે યોજાયેલ રેલી માં જોડાયા હતા.
આજે યોજાયેલી વિશાળ રેલી સવારે અગિયાર વાગ્યે ડોળાસા થી કોડીનાર પહોંચી હતી.જ્યાં પ્રથમ મામલતદાર કચેરી એ કોડીનાર મામલતદારશ્રી ને આવેદન પાઠવી ઉના શહેર ના આ માથાભારે ઈસમો સામે કડક કાર્યવાહી કરવા ની રજૂઆત કરવામાં આવી હતી.બાદ આ રેલી કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી.જ્યાં પી.એસ.આઈ.શ્રી એસ.જી.કાછડ ને રજૂઆત કરી ગુન્હાની ગંભીરતા ને ધ્યાનમાં લઈ ગંભીર કલમો નો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી હતી.પી.એસ.આઈ.કાછાડ દ્વારા જણાવાયું છે કે આ ઘટના ના મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઇ વાળા ને કોડીનાર પોલીસે ઝડપી લીધી છે.અને ગુન્હામાં વપરાયેલી સફેદ સ્કોર્પિયો કાર અને હુમલામાં ઉપિયોગ કરેલા હથિયારો પણ કોડીનાર પોલીસે કબ્જે કર્યા છે.અને નિલય ઉર્ફે ભૂરા સામે પોતાની કારમાં ગુજરાત એમ.એલ.એ.નું બોર્ડ લગાવી રોફ જામતો હતો.તેની અલગ ફરિયાદ નોંધી છે.અને બાકીના તમામ આરોપીઓ ની પણ ટૂંક સમય માં ધરપકડ કરાશે તેમ જણાવ્યું છે.ડોળાસા ગામ ના વેપારી વર્ગ માં હાલ ડર નો માહોલ છે.કોડીનાર પોલીસ આ તમામ આરોપીઓનું સરઘસ કાઢી લોકો નો ડર દૂર કરાવશે તેવી માંગ ઉઠી છે.
