રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસવી ચુડાસમા અને તેમની ટીમે મેટોડાના ધવલ પરમાર, ભરત રાઠોડ અને બાળ આરોપીને ઝડપી લીધા
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ અવધ ના ઢાળિયા નજીક ગત મોડી રાત્રીના કેટરિંગમાં કામ કરતો યુવક જૂનાગઢ જવા ચાલીને નીકળ્યો હતો તે દરમિયાન ત્રિપુટી એ યુવકને માર મારી 2200 રોકડની લૂંટ ચલાવવાની ઘટના ના ગણતરી ના જ કલાકોમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે લૂંટ ચલાવનાર એક બાળ આરોપી સહિતની ત્રિપુટીને ઝડપી ગુના નો ભેદ ઉકેલી નાખ્યો હતો. મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમઆર ગોંડલીયા ની સૂચનાથી પીઆઇ સીએચ જાદવ, પીઆઇ એમ એલ ડામોર, ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસવી ચુડાસમા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન ગતરાત્રિના કાલાવડ રોડ પર આવેલ અવધ ના ઢાળિયા નજીક રાત્રિના અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં કેટરિંગમાં કામ કરતો યુવક જુનાગઢ જવા માટે પગપાળા નીકળ્યો હતો તે દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સોએ યુવકને આંતરી યુવકને ઢોલ ધપાટ કરી તેની પાસેથી રોકડા રૂપિયા 2200 ની લૂંટ ચલાવી હતી. તે અંગે ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમોએ ટેકનિકલ સોર્સની મદદથી લૂંટ ચલાવનાર આરોપી ધવલ ભોજાભાઇ પરમાર ઉમર 23 રહે મેટોડા ગેટ એક તેમજ ભરત લાખાભાઈ રાઠોડ ઉંમર 26 રહે મેટોડા ગેટ નંબર 1 તેમજ એક બાર આરોપી ને ગુનામાં ઉપયોગ કરેલા બે મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલ આરોપી ધવલ પરમાર સામે રાજકોટના શાપર વેરાવળ તેમજ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે. આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ એમ.એલ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પીએસઆઇ એસવી ચુડાસમા એએસઆઇ સમીર શેખ વિજયરાજ સિંહ જાડેજા, યશવંતભાઈ ભગત, અર્જુન ડવ, કૃષ્ણદેવસિંહ ઝાલા રાહુલ ગોહેલ તુલસી ચુડાસમા, સુભાષભાઈ ઘોઘારી સંજય રૂપાપરા સહિતની ટીમ જોડાઈ હતી.
