ગઢડાના પૂર્વ ગઢાળીમાં રામજી મંદિરે નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

ગઢડા(સ્વામીના) તાલુકાના પૂર્વ ગઢાળી ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી નૂતન રામજી મંદિર ખાતે નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક, સાંસ્કૃતિક અને લોક ડાયરા સહિતના કાર્યક્રમો ચાર દિવસ સુધી ભારે ધામધુમથી યોજાશે. આ માટે 19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી સમસ્ત ગામજનો ના સહકાર અને લોકફાળાથી નિર્માણ થયેલ ભવ્ય રામજી મંદિરમાં નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ દીકરીઓના સામૈયા, 21 કુંડી યજ્ઞમાં 81 યજમાનો દ્વારા યજ્ઞ આહુતિન વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. આ પ્રસંગે અનેક સાધુ સંતો પણ ખાસ હાજર રહેશે. સાથે સાથે ધર્મસભા, સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરો, રાસોત્સવ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત તમામ દીકરીઓનો સન્માન સમારંભ યોજાશે. આ માટે અગાઉથીજ સુશોભિત રંગોળી તેમજ રોશનીના ઝળહળાટ થી દિવાળી પર્વ જેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ગામની એકતા અને સમરસતાથી ત્રિ દિવસીય મહોત્સવ દીપી ઉઠશે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજી મંદિર નવનિર્માણ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ