સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોઘલા-દીવ-વિદ્યાર્થીનીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

‘સોલંકી મૈત્રી શરદે’ ઈનડોર-ગેમમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યુ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોઘલા, દીવની ધોરણ 12ની વિદ્યાર્થીની સોલંકી મૈત્રી શરદે અંડર-14, અંડર 17, અંડર 19 ગર્લ્સની ટેબલ ટેનિસ, ચેસ, બેડમિન્ટન અને યોગામાં પ્રતિવર્ષ શાળા કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી યુ.ટી. લેવલની આ ચાર ઈન્ડોર ગેમમાં 1થી 3માં સ્થાન પ્રાપ્ત કરી નેશનલ લેવલે પાર્ટીસીપેશન કરેલ છે. સોલંકી મૈત્રી શરદભાઈ એ.એવી પહેલ ગર્લ્સ ખેલાડી છે કે જેમણે અત્યાર સુધીમાં આ ચાર ઈન્ડોરનેમમાં આઠવાર નેશનલ લેવલની રમત રમીને એમણે પોતાનું શાળાનું દીવ જિલ્લાનું અને યુ.ટી.નું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત મૈત્રી શરદ સોલંકીને સમસ્ત ખારવા સમાજ દ્વારા પણ સતત ચાર વર્ષની બેસ્ટ ખેલાડી તરીકે સન્માનિત કરવામાં આવેલ છે. આ વિદ્યાર્થીની સોલંકી મૈત્રી શરદેને શાળાકક્ષાએ જિલ્લા કક્ષાએ, યુ.ટી. લેવલે તેમજ નેશનલ લેવલ સુધી પહોંચવામાં તેના માર્ગદર્શક શિક્ષક અમારી શાળાના પી.ઈ. શિક્ષક શ્રી શરદ પી. સોલંકી સાહેબનું વિશેષ યોગદાન રહેલું છે. આ ઉપરાંત યુ.ટી.ના દરેક ખેલાડીઓને રમત-ગમત આગળ વધારવા માટે અમારી શાળાના વ્યાયામ શિક્ષક શરદ પી. સોલંકી સાહેબ હંમેશા તત્પર રહે છે. આમ સોલંકી મૈત્રી શરદ અને તેના માર્ગદર્શક પીઈ શિક્ષક શરદ પી. સોલંકી સાહેબ શાળા કક્ષાથી નેશનલ સુધી સફળતા પ્રાપ્ત કરી દીવ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. આ માટે શાળા-પરિવાર તેમજ દિવવાસીઓ તેઓને ખુબ અભિનંદન પાઠવે છે.

રિલેટેડ ન્યૂઝ