સાવરકુંડલાના આંબરડી ગામે સિંહની લટાર

સાવરકુંડલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા આમ તો સામાન્ય બની ગયા છે. તેવામાં સવારે 8 વાગ્યા આસપાસ એક કદાવર સિંહ આંબરડી ગામ નજીક બિન્દાસ્ત રીતે વાડી વિસ્તારમાં લટાર મારતો હતો. ત્યારે કેસરી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જો કે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોય, આ વિસ્તારમાં દિવસે અથવા રાત્રે સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. નવી આંબરડી નજીક અશ્વિનભાઈ વિનુભાઈ દેવાણીની વાડીમાં સિંહે લટાર મારી સુરક્ષિત રીતે પોતાના વસવાટ તરફ પ્રયાણ કરી ગયો હતો. સવારમાં સિંહે દેખા દેતા મજૂર અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ