ખંભાળિયા – દ્વારકા માર્ગ પર હોળી – ધુળેટી પર્વને અનુલક્ષીને દ્વારકા તરફ જતા હજારો પદયાત્રીઓ સાથે વિશાળ ડી.જે. સહિતના વાહનો પણ પસાર થાય છે. આવા વાહનો પદયાત્રીઓને વિવિધ રૂપે પરેશાન કરતા હોય, આ અંગે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી, વિવિધ પ્રકારના 14 વાહનો ડીટેઈન કર્યા હતા.પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસની કાર્યવાહી ખંભાળિયા પોલીસની આ કાર્યવાહીમાં અહીંના પી.આઈ. એન.એચ. જોશીને મળેલી ફરિયાદોને અનુલક્ષીને દ્વારકા માર્ગ પર છોટા હાથી, ટેમ્પો, બોલેરો, આઈસર વિગેરે જેવા વાહનોમાં તીવ્ર અવાજ સાથેના ડી.જે. સહિતના વાહન નીકળતા હોય, આવા વાહનોને કારણે ટ્રાફિક નિયમનનો ભંગ તથા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ, આવા વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે પ્રથમ વખત આ પ્રકારના 14 વાહન ડીટેઈન કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
વેરાવળમાં દર્શન સ્કુલ અને ન્યુ દર્શન સ્કુલમાં વિજ્ઞાન મેળો, ચિત્ર પ્રદર્શન યોજાયા
વિવિધ વૈજ્ઞાનિકો કૃતિઓ અને ચિત્રો રજુ કર્યા વેરાવળ માં સ્વ ભારતી મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત... -
બરડા ડુંગર પર પાંડવકાલીન કાનમેરાની હોલિકાનું આજે દહન
કાનમેરાની હોળી પ્રગટે પછી જ બરડાના ગામડામાં હોળી પ્રગટાવાય છે બરડા ડુંગર પર ઊંચી પર્વતમાળા ટેકરી... -
ધોરાજીમાં રમજાન માસની ભવ્ય રોનક, ઇબાદત અને ઇખ્લાસનું અનોખું દૃશ્ય
ધોરાજી શહેરમાં પવિત્ર રમજાન માસ શરૂ થતાં જ સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, ઇબાદત અને સામાજિક એકતાનું...
