વિઘ્ન દોડ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓમાં વડિલોએ ભાગ લીધો : સૌએ બાળપણ યાદ કર્યુ
સાવરકુંડલા કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે 50 વર્ષથી વધુ ઉંમરના ભાઈ બહેનો નો રમતોત્સવ યોજાયો શારીરિક અને માનસિક પ્રક્રિયાઓ ના સમન્વય સાથે ઇજા મુક્ત રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 વર્ષથી વધારે ઉંમરના ભાઈ બહેનો એ ભાગ લેવા માટે પોતાની રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખાસ કરીને ધીમી વિઘ્નદોડ અને સંગીત ખુરશી જેવી બે સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં 200 જેટલા ભાઈ બહેનો એ ભાગ લીધો હતો 50 વર્ષથી 84 વર્ષ સુધીના ભાઈ બહેનો આ સ્પર્ધામાં જોડાયા હતા અને પ્રથમ બીજો અને ત્રીજો એમ ત્રણ નંબરો જુદી જુદી સ્પર્ધામાં આપવામાં આવ્યા હતા. ખાસ મહત્વની વાત એ છે કે આ સ્પર્ધા ની અંદર સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિ બાપુ સાવરકુંડલાના ધારાસભ્યો મહેશભાઈ કસવાળા એપીએમસીના ચેરમેન દીપક માલાની ડોક્ટર વડેરા સંસ્થાના ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ડોક્ટર દીપકભાઈ શેઠ સહિતના મહાનુભાવો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું બચપન યાદ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજક કેતનભાઇ ખુમાણ તથા વિનુભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું.
