સેંકડો પ્રદૃર્શનકારીઓ ખામેનેઈના મોટા પોસ્ટરો અને તસવીરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા સૂત્રોચ્ચાર કર્યા
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેની અસર હવે કાશ્મીર ઘાટીમાં પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના “ઓપરેશન એપિક યુરી” વિરુદ્ધ કાશ્મીરમાં ઉગ્ર દૃેખાવો શરૂ થયા છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલો બાદૃ કાશ્મીર ઘાટીમાં વ્યાપક વિરોધ પ્રદૃર્શન શરૂ થયા છે. સેંકડો પ્રદૃર્શનકારીઓ ખામેનેઈના મોટા પોસ્ટરો અને તસવીરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદૃર્શનકારીઓ “ખામેનેઈ િંઝદૃાબાદૃ” અને “અમેરિકા-ઈઝરાયેલ મુર્દૃાબાદૃ” જેવા આક્રોશપૂર્ણ સૂત્રોચ્ચાર કરી રહૃાા છે.
અમેરિકા-ઇઝરાયલના હુમલામાં થયેલા મોતના સમાચાર બાદૃ ઉત્તરપ્રદૃેશના જૌનપુરમાં આક્રોશ ફેલાયો છે. રવિવારે મોટી સંખ્યામાં શિયા સમુદૃાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હાથોમાં ખામેનેઈના પોસ્ટર અને કાળા ઝંડા માટે પ્રદૃર્શનકારીઓએ અમેરિકા અને ઇઝરાયલ વિરૂદ્ધ ભારે નારેબાજી કરી.
કાશ્મીરમાં આ પ્રદૃર્શનો પાછળ ઊંડી ધાર્મિક અને રાજકીય લાગણીઓ જોડાયેલી છે. આયતુલ્લા અલી ખામેનેઈને કાશ્મીરમાં એક ઇસ્લામી ક્રાંતિકારી અને પેલેસ્ટાઈન સમર્થક નેતા તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને શિયા સમુદૃાય અને ઈરાન સમર્થક જૂથોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. ઘણા લોકો “ઓપરેશન એપિક યુરી” ને ઇસ્લામ અને શિયા મુસ્લિમ સમુદૃાય પરના હુમલા તરીકે જોઈ રહૃાા છે.
શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર જોરદૃાર પ્રહાર કર્યો હતો, જેને “ઓપરેશન એપિક યુરી” નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત ઈરાનના ૪૦ જેટલા ટોચના નેતાઓ અને કમાન્ડરો માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને કારણે મધ્ય પૂર્વની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
