બપોર બાદ ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ આંશિક રાહત અનુભવી: 9 થી વધારે જિલ્લામાં 40 ડિગ્રી નોંધાયું
દેશના મોટાભાગના ક્ષેત્રોમાં માર્ચના પ્રથમ પખવાડિયામાં જ ભરઉનાળા જેવી ગરમી શરૂ થઇ ગઇ છે. ત્યારે સમગ્ર દેશમાં સૌથી ‘ગરમ ક્ષેત્ર’ ગુજરાત બન્યું હતું અને તેમાં પણ રાજકોટનું તાપમાન દેશભરનું સૌથી ઉંચું હતું.
ભારતીય હવામાન વિભાગના નેશનલ બુલેટીન પ્રમાણે બુધવારે રાજકોટનું મહતમ તાપમાન 41.9 ડીગ્રી હતું જે મંગળવારે 42 ડીગ્રીને આંબી ગયું હતું. આ દિવસે દેશભરમાં સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોમાં રાજકોટ નંબર-1 હતું. બુધવારે ગુજરાતનું વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ બન્યું હતું. બુધવારે ગુજરાતનું વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ બન્યું હતું જ્યાં મહત્તમ તાપમાન 42.3 ડીગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના રીપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ તાપમાન ધરાવતા 90 ટકા શહેરો ગુજરાતના હતા. રાજ્યના મધ્ય પ્રદેશ સીમાને જોડતા પૂર્વિય ભાગો સિવાયના ક્ષેત્રોમાં અત્યધિક ગરમી હતી.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં અત્યાધિક ગરમી હતી અને આ ક્ષેત્રે જ હીટવેવના કેન્દ્રોમાં રહ્યા હતા.
રાજ્યમાં બુધવારે પણ ઉંચા તાપમાનનો કેર રહ્યો હતો અને મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી વધુ હતું. પશ્ર્ચિમી રાજસ્થાન તથા પૂર્વીય મહારાષ્ટ્ર જેવા દેશના અન્ય કેટલાંક ક્ષેત્રોમાં પણ સમાન હાલત છે.
ગુજરાતમાં બુધવારે સૌથી વધુ 42.3 ડીગ્રી તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું. અમદાવાદમાં 41.4 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 7.2 ડીગ્રી વધુ હતું. મહત્વની ગત એ છે કે ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ કરતા 4.6 ડીગ્રી વધુ હતી. રાજકોટ તથા અમદાવાદમાં તાપમાન નોર્મલ કરતા સાત ડીગ્રી ઉંચા રહેતા સિનિયર રીટવેવની હાલત હતી. ઉનાળાના પ્રારંભિક દિવસોમાં અત્યધિક ઉંચુ તાપમાન અસામાન્ય છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજકોટ તથા સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી અને કચ્છ માટે યલો એલર્ટ અપાયું છે.
રાજકોટ શહેરમાં હિટવેવની અસર ર4 કલાકમાં જ ઘટી ગઇ છે અને એક જ દિવસમાં બપોરેનાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. આથી આજે ગરમીમાં થોડી રાહત રહેવા પામી હતી.
સતત ત્રણ દિવસ સુધી 41 થી 4ર ડિગ્રી મહતમ તાપમાન નોંધાયા બાદ આજે બપોરે ર.30 કલાકે રાજકોટનું તાપમાન 38.8 ડિગ્રી નોંધાયુ હતું.
તેમજ બપોરે હવામાં ભેજ 17 ટકા નોંધાયો હતો. તો પવનની ઝડપ 1ર કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
જયારે આજે સવારમાં 8.30 કલાકે શહેરનું તાપમાન 1ર ડિગ્રી અને લઘુતમ તાપમાન ર0.9 ડિગ્રી નોંધાયુ હતું. સવારમાં હવામાં ભેજ 68 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 1ર કિ.મી. રહેવા પામી હતી.
તેમજ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અંતર્ગત મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા હીટ વેવ (ઉષ્ણ લહેર) અંગે આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં આગામી તા. 13 માર્ચના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટ જિલ્લાના છુટ્ટાછવાયા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધવાની અને લૂ પ્રવર્તે તેવી શક્યતા છે. આથી, જિલ્લાના નાગરિકોને ગરમીની આ સ્થિતિ અંગે સાવચેત રહેવા અને જરૂરી નોંધ લેવા માટે મોસમ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
