લોધીકા પંથકમાં વિજ વાયરની ચોરીમાં વધુ એક ગેંગનો સાગરીત ઝડપાયો

લીંબડી-આણંદની ચોરીના ભેદ ઉકેલાયા: 3 સાગરીતના નામ ખુલ્યા

લોધીકા, તારાપુર, લીંબડીમાંથી પીજીવીસીએલની લાઈન તોડી વિજ વાયરની ચોરી કરતી ગેંગના સૂત્રધારને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. અગાઉ બે શખ્સોને 1090 કિલો વાયર સાથે દબોચ્યા હતાં.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અન ડિટેકટ ચોરીઓ ગુનાઓ શોધી કાઢી નાશતા ફરતા આરોપીઓને તાત્કાલીક અસરથી પકડી પાડવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી અને પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ પી.એન. ભરવાડ અલગ અલગ ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે એએસઆઇ રવિદેવભાઈ બારડને મળેલ ખાનગી બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપી કિશન મોહનલાલ ગુર્જર (રહે.હાલ માધાપર, ભોલેનાથ સોસાયટી, મુળ રહે. ડીડવાના (રાજસ્થાન) ને પકડી પાડી આગળની કાર્યવાહી માટે મેટોડા જીઆઇડીસી ખાતે સોંપી આપેલ છે.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લોધીકાના બાલસર ગામના પાટીયા પાસેથી પીજીવીસીએલના રૂ.1.80 લાખની કિંમતનો 4.4 કીમી લાંબો વાયર વીજપોલ પરથી કાપી ચોરી જનાર રાજસ્થાની ગેંગના બે સાગરીતોની અગાઉ એલસીબીની ટીમે ધરપકડ કરી 1090 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર સહીત બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ એકાદ મહીના દરમ્યાન તારાપુર નજીક ગલિયાણા કે ગોલાણા ગામ પાસેથી વિજ લાઇનમાંથી વાયર કાપી ચોરી કરેલ તેમજ પંદરેક દિવસ પહેલા લીબડી પાસે રાસ્કા ગામ નજીક વિજ લાઇનમાંથી વાયર કાપી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ