ખાંભા ગીરના ગામડામાં કમોસમી વરસાદ વરસતા કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકશાનીની ભીતિ
સાવરકુંડલા ગ્રામીણ વિસ્તારમાં અચાનક ઉનાળુ વરસાદ
સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં આજે અચાનક ઉનાળુ વરસાદ પડ્યો છે. જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા ગામે સારો વરસાદ પડ્યો છે, જ્યારે ધજડી, સાકરપરા અને અભરામપરા ગામમાં વરસાદી છાંટા પડ્યા છે. હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મોરબી, સહીતના વિસ્તારોમાં ધાબળીયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. રવિવારે રાજકોટ, જુનાગઢ, ગોંડલ, જામનગર, મોરબી સહીતના પંથકોમાં ધાબળીયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 2 અને 3 તારીખે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેનાથી ગરમીમાં રાહત મળશે.
તાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન આશરે 37 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાઈ ગયા છે.
સાવરકુંડલા ગ્રામીણ વિસ્તારમાં અચાનક ઉનાળુ વરસાદ
સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં આજે અચાનક ઉનાળુ વરસાદ પડ્યો છે. જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા ગામે સારો વરસાદ પડ્યો છે, જ્યારે ધજડી, સાકરપરા અને અભરામપરા ગામમાં વરસાદી છાંટા પડ્યા છે. હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
શહેર તાપમાન
અમરેલી 36.7
ભાવનગર 35.4
ભુજ 34
દીવ 32
દ્વારકા 30.3
કંડલા 33
નલીયા 32.2
ઓખા 32.2
પોરબંદર 33
રાજકોટ 36
વેરાવળ 31.4
