ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીમાં મે પઆઇ હેલ્પ યુથ સુત્ર સાર્થક કરતી પોલીસ

વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોને બુથ સુધી પહોંચાડયા

ગીર સોમનાથ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહી પર્વની શાંતિપૂર્ણ વાતાવરણ માં પ્રારંભ થયો છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાય ની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા ના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની સેવામાં ગીર સોમનાથ પોલીસ ખડેપગે મદદ કરી રહી છે.
પોલીસતંત્ર એ લોકશાહી ના આ મહાપર્વમાં મતદાન કરવા આવતાં મતદારો માટે ’મે આઈ હેલ્પ યુ ?’ નું સૂત્ર સાર્થક કરતાં અશક્ત, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ને બુથ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
આમ, મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માનવતા દર્શાવતા પોલીસ તંત્રએ ’મે આઈ હેલ્પ યુ ?’ નું સૂત્ર સાર્થક કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ