બોટાદના જાયન્ટસ ગ્રુપ દ્વારા બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ઉતમ પરફોર્મન્સ કરનારને સન્માનીત કરાયા

બોટાદ ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ પરિવારના બાળકો તેમજ જાયન્ટસ સભ્યો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તા. 30-04-2026, ગુરુવારના રોજ સાંજે 08:30 કલાકે તાજપર રોડ સ્થિત પ્રિમિયમ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ટુર્નામેન્ટ દરમિયાન રમૂજી અને રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા, જેમાં ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ જેવા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં દીપકભાઈ માથુકિયા, પિન્ટુભાઈ,હરેશભાઈ પીઠવા એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ડો પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી, પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા, ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ દીપકભાઈ માથુકિયા અને બહોળી સંખ્યામાં મેમ્બરો ઉપસ્થિત રહ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ