બાબરા તાલુકાના ખાખરિયા ગામે તસ્કરે મોટો હાથ માર્યો: રૂા.18.60 લાખના મુદ્દામાલની ચોરી

ખેડુત વૃધ્ધ પૌત્રની સગાઈમાં બહારગામ ગયા હતા ત્યારે ઘરના તાળા તોડી તસ્કરે ચોરી કરતા ચકચાર

બાબરા તાલુકાના ખાખરીયા ગામે રહેતાં અને ખેતી કામ કરતાં 80 વર્ષીય વૃધ્ધ સુરત ખાતે તેમના દિકરાના દિકરાની એટલે કે પૌત્રની સગાઇમાં ગયેલ હતા. અને ઘરે કોઈ હાજ2 ન હોય અને ગત તા. 10ના સવારના આશરે સાડા દશેક વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કોઈ ચો2 વૃધ્ધના મકાનના ડેલાના તાળા નકુચા તોડી ચોરી કરવાના ઇરાદે ઘરમા પ્રવેશ કરી કુલ રૂપિયા 18,60,000 ની મત્તાની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાત તથા એફ.એસ.એલ.ની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં બાબરા તાલુકાના ખાખરીયા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં જાદવભાઇ સવજીભાઈ નારોલા નામનાં 80 વર્ષીય વૃધ્ધ સુરત ખાતે તેમના દિકરાના દિકરાની એટલે કે પૌત્રની સગાઇમાં ગયેલ હતા. અને ઘરે કોઈ હાજ2 ન હોય અને ગત તા. 10ના સવારના આશરે સાડા દશેક વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કોઈ ચો2 વૃધ્ધના મકાનના ડેલાના તાળા નકુચા તોડી તાળા તોડી રૂમની અંદર પ્રવેશ કરી કબાટની તેજુરી અંદર રાખેલ એક સોનાની માળા જેનું વજન આશરે 50 ગ્રામ કિમત રૂપિયા 6,50,000, એક સોનાનો હાર જેનું વજન આશરે 40 ગ્રામ કિમત રૂપિયા 5,20,000 તથા બે સોનાની વિટી તથા એક જોડ કાનમાં પહેરવાની જુની સોનાની પોખાની જેનું વજન આશરે 20 ગ્રામ કિમત રૂપિયા 2,60,000 તથા સોનાની બે ચુડલી જેનું વજન આશરે 10 ગ્રામ કિમત રૂપિયા 1,30,000 તથા તાજેતરમાં જ કપાસ તથા શીંગ વેચેલ હોય જેના રોકડા રૂપિયા 3,00,000 મળી કુલ રૂપિયા 18,60,000 ની મત્તાની કોઈ ચોર ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાત તથા એફ.એસ.એલ.ની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ