ભાણવડના તીર્થસ્થળ હાથલા ખાતે શનિ જયંતિની ભવ્ય ઉજવણી થશે

પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

શનિદેવના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત ભાણવડ તાલુકાના હાથલા ગામે આગામી શનિવાર તા. 16 ના રોજ શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેના સુચારૂ આયોજન અંગે આજરોજ ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે શનિ જયંતિ નિમિતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.
ત્યારે વહીવટીતંત્ર દ્વારા પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થાઓ, બેરીકેટીંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મોબાઈલ ટોયલેટ, સફાઈ સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કરેલ તેમજ હાલના પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં પુરતા પ્રમાણમાં આરોગ્યની પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ કલેકટર રિધ્ધિ રાજ્યગુરૂ, ડીવાયએસપી મીત રૂદલાલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ