ઉપલેટા સરકારી કોર્ટેજ હોસ્પિટલમાં વધુ સ્ટાફની ભરતી કરવા માંગણી

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરાઈ

અહીંની સરકારી કોર્ટેજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય વિભાગના ચીફ પ્રિન્સિપાલ રાજીવ તોપ ની મુલાકાત કરી જણાવલ કે અગાઉ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંસદ સભ્ય ધારાસભ્ય આરોગ્ય કમિશનર આરોગ્ય સચિવ વગેરે સાથે મિટિંગ અને રજૂઆતમાં હોસ્પિટલમાં બેડ ની સંખ્યા મુજબ જુદા જુદા રોગોના નિષ્ણાત તબીબો અને ઘટતા સ્ટાફ ની નિમણૂંક કરવાનીં માગણી કરતા જણાવેલ કે આ કોટેજ હોસ્પિટલ એ પેટા જિલ્લા કક્ષાની ખુબજ સારી કામગીરી કરતી દર્દીઓ માટે આર્શીવાદરૂપ હોસ્પિટલ છે સરકારશ્રી દ્વારા બાજુમાં હોસ્પિટલ નું 100 બેડનું અધ્યતન બિલ્ડીંગ તૈયાર થઈ ગયુછે તેમજ તેની આગળ 50 બેડની ક્રિટીકલ કેર બ્લોક પણ બનાવવા મા આવ્યો છે અને જુની હોસ્પિટલ માં 81 બેડ કાર્યરત છે કુલ 231 દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ થશે વધુમાં જણાવેલ કે આ હોસ્પિટલ ઉપલેટા શહેર કે તાલુકા પૂરતી સીમિત નથી આજુબાજુના કાલાવડ માણાવદર કુતિયાણા ધોરાજી વંથલી સહિત ના તાલુકા ના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે ઉપલબ્ધ બેડ ની સંખ્યા મુજબ તબીબો સ્ટાફ મુજબ મહેકમ ભરવુ જોઈએ તેવી વિસ્તૃત માહિતી સાથે મુદ્દા વાઈજ રજુઆત કરી હતી જેનો તેમણે પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો હતો અને આગેવાનો ને સાથે રાખી નવી જુની હોસ્પિટલ ની મુલાકાત લઈ જરૂરી નોંધ કરી હતી. આ રજુઆત મા ચેમ્બર ના પ્રમુખ રમેશભાઈ પાનેરા સહિત અલ્પેશભાઈ વોરા મીલનભાઈ ગજેરા ભરતભાઈ સોજીત્રા વિનુભાઈ ઘેરવડા જયેશભાઈ વસંત હારૂનભાઈ માલવીયા વિગરે સાથે રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ