10 વર્ષમાં 30 ગુનાનો ઇતિહાસ, 2 ઝડપાયા 3 જેલમાં, 2 ફરાર; નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો: એલ.સી.બી.ની તપાસમાં પર્દાફાશ, નાયબ પોલીસ અધિક્ષક ઉના ચલાવી રહ્યા છે વધુ તપાસ
ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉના, નવાબંદર,કોડીનારઅને સોમનાથ મરીન વિસ્તાર માં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય રહી શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશનના ગુના આચરતી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફટેરેરિઝમએન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ૠઞઉંઈઝઘઈ)હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.ૠઞઉંઈઝઘઈ એક્ટ સને 2015 માં ગુજરાત રાજ્યમાં અમલમાં આવ્યો હતો.જેનો ઉદ્દેશ સંગઠિત ગુના આચરતી ટોળકીઓને નિયંત્રણમાં લેવાનો છે. જુનાગઢ રેન્જ ડી. આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ સામે ઝુંબેશ ચલાવાઈ રહી છે. એસ.પી. જાડેજાની સૂચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત,ઇન્ચા. પો.ઇન્સ. એ.સી. સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા દ્વારા અતિગુપ્ત રાહે તપાસ કરી ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.તપાસમાં બહાર આવ્યું કે નવાબંદર મરીન, ઉના, કોડીનાર તથા સોમનાથ મરીન હદ વિસ્તારમાં અમુક ગુનેગાર ઇસમોએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળીને ગંભીર ગુનાઓ આચરવા માટે સંગઠિત ટોળકી બનાવી હતી. જેના આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ૠઞઉંઈઝઘઈ એક્ટ-2015 ની કલમ-3(1)ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મહાદેવ ચૌધરી ચલાવી રહ્યા છે.આ ટોળકીનો મુખ્ય ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા (ઉ.વ. 28) રહે. કોબ મોટા ઝાપા વિસ્તાર, પોલીસ રેકોર્ડ મુજબ તેની વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે. તેણે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને અનેક ગંભીર ગુનાઓ આચર્યા છે.
આ ટોળકી દ્વારા માનવ શરીર અને જીંદગીને અસરકર્તા ગુનાઓમાં પ્રાણ ઘાતક હથિયાર સાથે રાયોટીંગ,મારામારી, ધાકધમકી, ગંભીર પ્રકારની ઇજા, જાહેરમાં બખેડા, તોડફોડ-નુકશાની, સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજ રૂકાવટ અને ઇજા તથા પ્રોહિબિશનના ગુનાઓ આચરવામાં આવતા હતા. ઉના, નવાબંદર, કોડીનાર અને સોમનાથ મરીન વિસ્તારમાં આ ટોળકીએ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. 2 આરોપી ની અટકાયત કરાયેલછે, 3 આરોપી જેલમાં છે,
2 આરોપી ફરાર થઈ ગયા હોય આમ ૠઞઉંઈઝઘઈ હેઠળ કુલ 7 આરોપી ઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાંથીમિલનભાઈ અરજણભાઈ બાંભણીયા કોળી (ઉ.વ. 19), રહે. કોબ મોટા ઝાપા વિસ્તાર, તા. ઉના વિજયભાઈ કુંભાભાઈ પરમાર/કોળી(ઉ.વ. 22), રહે. લેખા સીમ, સી રોડ, તા. ઉના ની અટકાયત કરી છે જેલમાં રહેલા આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા (ઉ.વ. 28) ગેંગ લીડર હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરત ભાઈ બારૈયા-કોળી (ઉ.વ. 22)રહે. કોબઝાપાવિસ્તાર, તા. ઉના અક્ષયભાઈ મેણસીભાઈ બાંભણીયા-કોળી (ઉ.વ. 22), રહે. કોબ ખાલાવડ વિસ્તાર, તા. ઉના નો જેલ માંથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે પકડવાના બાકી ફરાર આરોપીઓ રવિભાઈ બચુભાઈ બાંભણીયા કોળી(ઉ.વ. 22), રહે. કોબ સરકારી શાળા ની બાજુમાં, તા. ઉના કિર્તીભાઈ રાજુભાઈ બાંભણીયા કોળી (ઉ.વ. 21), રહે. કોબ ઝાપા વિસ્તાર, તા. ઉના
એલ.સી.બી. ટીમ દ્વારા તૈયાર કરાયેલી કુંડળી મુજબ આ ટોળકીના સભ્યોનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત રેકોડ ધરાવે છે જેમાં નરેન્દ્ર ઉર્ફે યાગી ભીમાભાઈ બાંભણીયા સામે 19 ગુના ,હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા-કોળી સામે 7 ગુના મિલનભાઈ અરજણભાઈ બાંભણીયા કોળી 6 ગુના રવિભાઈ બચુભાઈ બાંભણીયા કોળી 5 ગુના અક્ષયભાઈ મેણસીભાઈ બાંભણીયા-કોળી 4 ગુના કિર્તીભાઈ રાજુભાઈ બાંભણીયા કોળી 4 ગુના વિજયભાઈ કુંભાભાઈ પરમાર કોળી 3 ગુના આમ, સમગ્ર ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 30 ગુનાઓ દાખલ થયેલા છે.
ૠઞઉંઈઝઘઈ હેઠળ ગુનો નોંધાતા હવે આરોપીઓને જામીન મળવા અત્યંત કઠિન બનશે અને કડક સજાની જોગવાઈ છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં સંગઠિત ગુના આચરનાર કોઈને પણ છોડવા માં આવશે નહીં. ફરાર આરોપી રવિભાઈ બાંભણીયા અને કિર્તીભાઈ બાંભણીયા ને ઝડપી લેવાચક્રોગતિમાન કરાયા છે. નાગરિકોને બાતમી આપવા અપીલ કરવામાં આવી છે.સમગ્ર ગુનેગાર સામે એલ સી બી ના પીઆઇ એસ.વી. રાજપુત પી એસ આઈ એ.સી. સિંધવ પી એસ આઈ એચ.એલ. જેબલીયા સહિત સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લા માં સંગઠિત ગુના આચરતી ટોળકીઓમાં ફફડાટફેલાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રહેશે તેવું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
