અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાએ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે ગારીયાધાર ગામે પચ્છેગામ રોડ, ઉપર રહેતાં લલીત ઉર્ફે લાલો પરશોતમભાઇ જમોડ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ હતી. અને પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતી. જેથી લલીત ઉર્ફે લાલો પરશોતમ જમોડને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
બગસરામાં વિદેશી દારૂની 177 બોટલ સાથે ઝડપાયો
કુલ રૂા. 30090નો મુદ્દામાલ જપ્ત બગસરામાંથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂ (ઈંખઋક)ની બોટલ 177 રૂપિયા... -
ખેતીની સિઝન સમયમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં અમરેલી જિલ્લામાં ડીઝલની અછતથી વાહન ચાલક તથા ખેડૂતોમાં હાહાકાર
પેટ્રોલ પંપ ઉપર વાહનો અને ખેડૂતોની લાંબી કતારો અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી ડીઝલની અછત સર્જાતા... -
એક કેરીના વૃક્ષ પર એકી સાથે 14 પ્રક્ારની કેરીઓ ! ધારીના દિતલા ગામના ખેડૂતની સિધ્ધિ
આંબામાં આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીઓની જાત વિકસી સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી,...
