તલાટી કમ મંત્રીએ નાણા પંચની ગ્રાન્ટના જમા થતા રૂપીયાની અંગત ઉપયોગ માટે ઉચાપત કરતા પોલીસ ફરિયાદ થઈ હતી
બાબરા તાલુકાના લુણકી-હાથીગઢ ગ્રામ પંચાયતમાં એક તલાટી કમ મંત્રીએ પોતાની ફરજ દરમ્યાન લુણકી તથા હાથીગઢ ગ્રામ પંચાયતનાં 15’ માં નાણાપંચના બેન્ક ઓફ બરોડામાં સેવિંગ ખાતાંઓ હોય જે ખાતાઓમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ જમાં થતી હોય જે બંને ગ્રામ પંચાયતનાં ખાતામાંથી કુલ રૂપિયા 24,97,766ની રકમના સરકારી નાણાંની આ તલાટી કમ મંત્રીએ પોતાના અંગત ઉપયોગ માટે ઉચાપત કરી, 15’ માં નાણા પંચનાં જરૂરી રજીસ્ટર તથા ફાઇલો સાથે લઇ જઇ તેમજ આ ઉચાપત કરેલ આ નાણાં બેંક ઓફ બરોડાના અન્ય બે ખાતા ધારક ખાતામાં નાખી ઉચાપત કરેલ હતી. બાદમાં આ નાણાં આ તલાટી કમ મંત્રીએ ઉપાડી લીધાની બાબરા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં મહેસાણા જિલ્લાનાં વિસનગર ગામે રહેતાં સુભાષભાઇ રણછોડભાઇ પટેલ નામના આરોપી ગત તા.25/6/18 થી તા.20/8/23 સુધી બાબરા તાલુકાના લુણકી – હાથીગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં. ત્યારે તેની ફરજ દરમ્યાન તેઓએ લુણકી તથા હાથીગઢ ગ્રામ પંચાયતનાં 15’ માં નાણાપંચના બેન્ક ઓફ બરોડામાં સેવિંગ ખાતાંઓ હોય જે ખાતાઓમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ જમાં થતી હોય જે બંને ગ્રામ પંચાયતનાં ખાતામાંથી જેમાં લુણકી ગ્રામ પંચાયતનાં ખાતામાંથી રૂપિયા 19,48,354 તથા હાથીગઢ ગ્રામ પંચાયતનાં ખાતામાંથી રૂપિયા 5,49,412 મળી કુલ રૂપિયા 24,97,766 ની રકમના સરકારી નાણાંની આ તલાટી કમ મંત્રીએ પોતાના અંગત ફાયદા માટે ઉચાપત કરી, 15’ માં નાણા પંચનાં જરૂરી રજીસ્ટર તથા ફાઇલો સાથે લઇ જઇ તેમજ આ ઉચાપત કરેલ આ નાણાં બેંક ઓફ બરોડાના ખાતા ધારક ગોવિંદભાઇ વિ. પટેલ તથા બેંક ઓફ બરોડાના ખાતા ધારક ગીતાબેન પટેલ તથા તપાસમાં જે પણ નામ ખુલે તેના ખાતામાં નાખી ઉચાપત કરી અને આ ઉચાપત કરેલ નાણાં આ તલાટી કમ મંત્રીએ ઉપાડી લીધાની અભિષેકભાઇ ખાટાભાઇ ડાંગર તલાટી કમ મંત્રીએ બાબરા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
