જિલ્લા આરોગ્ય અધિકારી, ટીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહીતના હાજર રહ્યા
દેશને ટીબી મુક્ત કરવાના ભગીરથ સંકલ્પ સાથે ચાલી રહેલા ’ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત માળિયા હાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે
જુનાગઢના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સાલવી , જિલ્લા ટી.બી અધિકારી ડો. વ્યાસ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ના સીધા માર્ગદર્શન હેઠળ, આજે માળિયા હાટીના. તાલુકા મુખ્ય હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરીના મેડિકલ ઓફિસર ડો. સ્વપ્ના ભરડા તેમજ છઇજઊં ટીમ માળિયાના ડોક્ટર પંકજ રાબડીયા અજયભાઈ કાગડા દ્વારા માળિયા હાટીના ની સ્થાનિક મેઘલ નર્સિંગ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીઓ (સ્ટુડન્ટ્સ) અને સ્ટાફ સાથે ખાસ બેઠક યોજીને ટીબી (ક્ષય) રોગના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને સરકાર દ્વારા મળતી મફત સારવાર તેમજ સહાય યોજનાઓ વિશે વિસ્તૃત જનજાગૃતિ અને માહિતી. પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ, ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ’ઝઇ ખીસિં ઇવફફિિ’ં એપ્લિકેશન વિશે વિશેષ માહિતી પણ આપી, આ પ્રસંગે તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ અને સ્ટાફના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. અને આરોગ્ય ટીમ દ્વારા જાહેર જનતા અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લેસ્ટોરની લિંક વિિંાંત://ાહફુ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ/તજ્ઞિંયિ/ફાાત/મયફિંશહત?શમ=ભજ્ઞળ.ફાા. બિંળીસબિંવફફિિં નો ઉપયોગ કરવો, જેથી ટીબી વિશેની તમામ સત્તાવાર માહિતી અને અપડેટ્સ સીધા મોબાઈલ પર મેળવી શકાય. આ અવેરનેસ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ના તમામ અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
