ગજાનન આશ્રમ માલસર માં બ્રાહ્મણ બાળકો માટે સંસ્કૃત પાઠશાળામાં નિ:શુલ્ક પ્રવેશનો પ્રારંભ વડોદરા જિલ્લાના શીનોર તાલુકાના માલસરમાં આવેલા ગજાનન આશ્રમમાં છેલ્લા 23 વર્ષોથી બ્રાહ્મણ બાળકો માટે ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા સંસ્કૃત પાઠસાલા માં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને સંસ્કૃતની સાથે આધુનિક શિક્ષણ તથા સ્પોર્ટસ સહિતના તમામ વિષયો પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે. ગજાનન આશ્રમ માલસરમાં રહેવા, જમવાની તથા અભ્યાસની સુવિધા બિલકુલ નિ:શુલ્ક છે. અહીં 8 વર્ષની ઉંમરથી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અભ્યાસ સુધીમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો તૈયાર થઈ દેશ વિદેશમાં તથા ધર્મ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે. બ્રાહ્મણ બાળકોને નર્મદામૈયાના પવિત્ર ખોળામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાથી બાળકમાં આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થાય છે. પૂજ્ય ગુરુજી દ્વારા ધર્મ,સંસ્કૃતિ ને સંસ્કારો નું સિંચન કરાવવા માં આવે છે.ભારતીય સનાતન પ્રાચીન ના આશ્રમ ની જેમ શાસ્ત્રો ને શસ્ત્ર માં નિપુણ કરવા માં આવે છે.બૌદ્ધિક વિકાસ ની સાથે શારીરિક વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.કર્મકાંડ વિષયમાં કાશીના વિદ્વાન શાસ્ત્રી ઉદયપ્રસાદ તથા વાસ્તુ-જ્યોતિષનો અભ્યાસ વડોદરાના પ્રખર જ્યોતિષશાસ્ત્રી ગોપાલ ભટ્ટ જ્ઞાન આપે છે. પ્રવેશ માટે ગજાનન આશ્રમ માલસર, તા. સિનોર, જિ. વડોદરા અથવા ફોન નંબર 98251 17408/ 99241 32032 પર સંપર્ક સાધવો.
રિલેટેડ ન્યૂઝ
-
ધોરાજીમાં સગીરાને બદકામના ઈરાદે ઘરમાં બોલાવી પહેલા માળેથી ઘા કર્યો
શખ્સની ધરપકડ : દુધ લેવાના બહાને બોલાવી મોઢામાં ડૂચો માર્યો હતો ધોરાજીના બહારપુરા વિસ્તારમાં 14 વર્ષની... -
ઉનાના સોનેરી નજીક બાઇક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: નાથળના 3 યુવાન ઘાયલ : 2 ગંભીર
કેસરીયા-દીવ રોડ ‘અકસ્માત ઝોન’ બન્યો: સ્પીડ બ્રેકર માટે આંદોલન, ઉપવાસ છતાં તંત્ર બેફિકર આશ્ર્વાસન તો મળ્યા,... -
ગોરસર ટોલ પ્લાઝા નજીક થારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના ત્રણના કરૂણ મોત
પતિ, પત્ની અને 3 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત: ઈદ મનાવી કેશોદથી પરત ફરી...
