બન્ને પક્ષે ફરીયાદ નોંધાઇ
સાયલા તાલુકાના ગોસળ ગામે દીકરીની સગાઈ તોડવાની બાબતનું મનદુ:ખ રાખીને એક શ્રમજીવી પરિવાર પર તીક્ષ્ણ હથિયારો અને લોખંડના પાઈપો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ગોસળ ગામે હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તો જ્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલે પહોંચ્યા, ત્યારે ત્યાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં સગાઇ તોડવાનુ મનદુ:ખ અને ગોસળના હુમલાની ચર્ચા ઉગ્ર બનત મામલો વધુ બિચક્યો હતો.
આ હિંસક બનાવ અંગે સાયલા પોલીસે એક મહિલા સહિત છ શખ્સો સામે જ્યારે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સાયલાના ગોસળ ગામે રહેતા શ્રમજીવી પરિવારના રમેશભાઈ જોરૂભાઈ કટોસણા જાતે (ઉ.વ. 40)ની દીકરી સોનલની સગાઈ લીંબડી ગામે કરવામાં આવી હતી.
પરંતુ આ સગાઈ તોડવાની બાબતે સામાપક્ષે મનદુ:ખ રાખ્યું હતું. તારીખ 7-6-26ના રોજ રમેશભાઈની દીકરી સોનલબેન તથા તેમના કાકાના દીકરા જયેશભાઈ વજુભાઈ કટોસણાના પત્ની કિરણબેન, બંને જણા વજુકાકાના ઘરે બેઠા હતા.
આ દરમિયાન રાત્રિના આશરે પોણા આઠેક વાગ્યે વજુકાકાના ઘરે દેકારો થયો હતો. રમેશભાઈ અને તેમનો પરિવાર દોડીને ત્યાં જતાં, લીંબડીના રહેવાસી ગીતાબેન અનિદ્ધભાઈ ઉર્ફે અમિતભાઈ ગાંડાભાઈ ડણીયા રમેશભાઈની દીકરીને પકડીને શરીરે મૂઢ માર મારતા હતા.
