ધોરાજી નાં પાટણવાવ પોલીસ મથક ખાતે ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામ ની પ્રાથમિક શાળા નાં શિક્ષકે બાળકી ઓ સાથે શારરીક અડપલાં કરતાં દૂષકમ,પોકસો સહિત ની કલમો હેઠળ ફરીયાદ નોધાઈ છે
ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથક નાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવતા ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામ ની પોલીસ ફરિયાદ નોધાઈ છે જે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામ ની પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દેવાણદ ગોવિંદભાઈ એ સ્કૂલમાં અભ્યાસ કરતી નાની કોમળવયની બાળકીઓ સાથે શારરીક, અડપલાં કરી જાતીય સતામણી કરી ખરાબ વિકૂત રીતે અભદ, રીતે હાથ પકડવા સહિત ની બાબતે વાલી ઓ ને જાણ થતાં ભોગ બનનારી વિધાથી સગીરા નાં વાલીઓએ પાટણવાવ પોલીસ મથક ખાતે આરોપી શિક્ષક દેવાણદ ગોવિંદભાઈ વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી છે પોલીસે બી.એન.એસ એકટ કલમ 75/2,351/2,64/2,65/2,પોકસો કલમ 6/8/10/18 મુજબ ગૂનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
