12 હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પિવડાવાયા
તંદુરસ્ત બાળપણ અને પોલિયો મુક્ત ભારતના નિર્ધાર સાથે, માળિયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભીના માર્ગદર્શન હેઠળ માળિયા હાટીના તાલુકામાં સઘન પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં 0 થી 5 વર્ષ સુધીના આશરે 12,000થી વધુ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી છે રસીકરણની આ કામગીરીને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકામાં 104 બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા , જેમાં 166 જેટલી આરોગ્ય ટીમો અને 350થી વધુ કર્મચારીઓ એ ખડેપગે રહી સેવા આપી છે . આ અભિયાનનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમા તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો
માળિયાહાટીના તાલુકાના જુથળ, ભંડુરી, ચોરવાડ, કુકસવાડા, અમરાપુર, ખોરાસા અને ગડુ સહિતના તમામ ગામોમાં એકસાથે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે બાળકો રસી લેવાથી રહી ગયા છે, તેમને આવરી લેવા માટે ઘરે-ઘરે જઈને રસીકરણની કામગીરી કરવામાં આવશે.
