મોરબીના કોયલી ડેમમાં ડુબી જતા વૃદ્ધાનું મોત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલી સ્પેકોન ટાઇલ્સ ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં 26 વર્ષીય શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલી સ્પેકોન ટાઇલ્સમાં કામ કરતા મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના પીપળીયા રાસોડા ગામના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા ઉવ.26ને ગઈકાલ તા.30/06ના રોજ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
60 વર્ષીય મહિલાનું મોત
મોરબી તાલુકાના કોયલી-કાંસા ગામે કોયલી ડેમમાં ડૂબી જતાં 60 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના કોયલી-કાંસા ગામે કોયલી ડેમમાં અમુબેન રાયધનભાઈ જારીયા ઉવ.60 રહે.કોયલી કાંસા ગામ વાળા ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તેમને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં મૃતદેહની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચાલુ કરી છે.
