સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ. 10નો ઘટાડો

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં આજે રૂ. 10નો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં ભાવ મનમોર રહ્યા છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 4,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 25,500, જી 10 32,200, જી20 31,500 અને ટીજે 37 34,500 ઉપર જણાતા હતા.
સિંગખોળ રૂ.37,500 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ. 10 ઘટેલા જણાતા હતા જ્યારે અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2665- 2715, 13 કિગ્રા લેબલ ટીન 2365 – 2615, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2590 – 2620, 13 કિગ્રા નવા ટીન 2330- 2370 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2230 – 2270, પામોલિન તેલ રૂ. 2320 – 2325, કોપરેલ 3750 – 3800, દિવેલ 2370 – 2400, કોર્ન 2240 – 2260, મસ્ટર્ડ ઓઇલ 2380 – 2420 અને સન ફલાવરના ભાવ 2440 – 2460 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં પ્રમાણમાં વધઘટ જણાતી હતી. દિવેલના ભાવ 1396 – 1406 ઉપર નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં 800 થી 900 ગુણી આવક હતી જેના ભાવ 1370 થી 1401 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 48,000 થી 50,000 ગુણીની આવક હતી જેના ભાવ 1380 થી 1415 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1432, કડી 1405 – 1410, કંડલા 1415, શાપુરના ભાવ 1415 – 1420 અને ગિરનારના ભાવ 1410 – 1415 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ