સૌરાષ્ટ્રમાં વિરામ લેતા મેઘરાજા, ધોરાજી, સાવરકુંડલા, અમરેલી, તળાજા, ઉપલેટામાં હાજરી પૂરાવી

ઉપરવાસનું પાણી આવતા સાવરકુંડલાની નાવલી નદી બે કાંઠે : ખેડૂતોમાં આનંદની લાગણી

સતત ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો હતો. માત્ર ત્રણ-ચાર તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી હતી. જેમાં ઉપલેટાના મોટી પાનેલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં એક ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સીઝનનો સૌથી વધારે 23.32 ટકા નોંધાયો છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા રવિવારે રાત્રીના દોઢ વાગે મુશળધાર વરસ્યો ભારે પવન અને ભયાનક વીજળીના ચમકારા સાથે વરસાદ નું જોરદાર આગમન થતા એક કલાક માં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો ચારે બાજુ પાણી પાણી થઇ ગયા હતા પાનેલી તેમજ આસપાસના ગામોમાં ગત ગુરુવાર ના પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો હતો તેમ છતાં અસહ્ય ઉકળાટ અને ગરમી હજુ લોકોને અકળાવે છે રવિવારે રાત્રીના જોરદાર વરસાદ આવતા વાતાવરણ એકદમ ઠંડુ થયું હતું.
સાવરકુંડલા ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં ફરી પાણીની આવક થઈ છે. નાવલી નદી ચોથી વખત બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા શહેરમાંથી પસાર થતી નાવલી નદીનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા ગતરાત્રિના અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો ધીમીધારે વરસાદનો પ્રારંભ થતાં સવારના છ વાગ્યા સુધીમાં અડધો ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે સતત ચોથા દિવસે વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અનેક ખેડૂતો એ વાવેતર પણ શરૂ કરી દીધું છે. સતત ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી ધોરાજી પંથકમાં વરસાદ ચાલુ રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડક જોવા મળી રહી છે. સીઝનનો કુલ વરસાદ 11 ઇંચ જેવો નોંધાય ચૂક્યો છે.
અમરેલી તથા આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસી ગયા બાદ ગઈકાલે રાત્રીથી અમરેલી પંથકમાં મેઘાએ વિરામ લીધો હતો. આજે સવારથી જ અમરેલીમાં તડકો નીકળતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ આખો દિવસ ભારે બફારો થતા લોકો ફરી ગરમીથી અકળાયા હતા. અને સાંજ ઢાળતા વરસાદે દે… ધના.. ધન ગાજવીજ અને કાન ફાડી નાંખે તે રીતના અવાજ સાથે શરૂ થયો છે. આઠ વાગ્યાના સમયે પણ અમરેલીમાં છેલ્લા બે કલાકથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ અમરેલી શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટી વિસ્તારના માર્ગો ઉપર નદીઓ બની ગયા હતા. શહેરના તથા નિંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી ફ્લેડ કંટ્રોલ રૂમમાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં વડિયા 7, લાઠી 52, લીલીયા 13, અમરેલી 12, બગસરા 7, સાવરકુંડલા 63, ખાંભા 9, જાફરાબાદ 1, તથા રાજુલા 3 મી.મી. વરસાદ નોંધાયો છે.

તળાજાના પીથલપુર પંથકમાં સાંબેલા ધારે વરસાદ
તળાજા પંથકમાં આજેસૌથીવધુ અનરાધાર વરસાદ પીથલપુર ગોપનાથ રેલીયા ગઢુલા ઝાંઝમેર વિસ્તારમા પડ્યો હતો.સિઝન નો સૌથીવધુ વરસાદ આજે વરસ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે ભાગ્યેજ જોવા મળતો વરસાદ આજે થોડોજ સમયમાં વરસીગયો હતો. ધબધબાટી બોલાવી દીધીહતી.તેને કારણે નીચાણવાળા વિસ્તારમા ગોઠણ સમાપાણી ભરાઈ ગયા હતા.બસસ્ટેન્ડ વિસ્તારમા પાણી ફેલાઈ ગયુંહતું. જેથી વાહન ચાલકો ને ના છૂટકે વાહન ચલાવવા ની ફરજ પડીહતી.જેને લઈ એક બાઇક ચાલક તકલીફ મા મુકાતા આસપાસ ના લોકોએ દોડી તકલીફ માંથી ઉગાર્યો હતો. ભાવનગર શહેરમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ