તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે
માળિયા હાટીના તાલુકામાં છેલ્લા. 3 દિવસમાં થયેલા અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાય. ગયું હતું
આજે વરાફ નીકળી છે , ત્યારે રોગચાળો ન ફેલાય તે માટે માળીયા હાટીના ના તાલુકાનું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકાના તમામ વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે
જેના ભાગરૂપે ઈઇંઘ, ખઙઇંઠ, ઋઇંઠ અને આશા બહેનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ’હાઉસ ટુ હાઉસ’ (ઘર-ઘર) સર્વેલન્સ હાથ ધરીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી યોગ્ય રીતે થાય તે માટે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર્સ તેમજ આયુષ મેડિકલ ઓફિસર્સ (ઉીતવ ખ.ઘ.) દ્વારા સ્થળ પર જઈને સતત સુપરવિઝન અને મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ખામી ન રહી જાય.
ચોમાસાના અને વરસાદી વાતાવરણના લીધે કોઈ કટોકટી ઉભી ન થાય તે માટે, નજીકના દિવસોમાં જે બહેનોની ડિલિવરીની તારીખ (ઊઉઉ) હોય તેવી સગર્ભા બહેનોની ઋઇંઠ અને આશા બહેનો , આરોગ્ય સ્ટાફ દ્વારા ખાસ રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે અને તેઓને વરસાદી માહોલમાં સાવચેતી રાખવા જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે
વરસાદ બાદ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ખઙઇંઠ અને અન્ય સ્ટાફ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન સાધીને ગામના પાણીના સ્ત્રોતોમાં સઘન ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ પાણીની ગુણવત્તા ચકાસવા માટે ઓ.ટી. ટેસ્ટ (ઘ.ઝ. ઝયતિ)ં પણ કરવામાં આવી રહ્યા છે.તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ ભાઈ કછોટ દ્વારા ફિલ્ડ મુલાકાત કરી સતત આરોગ્ય લક્ષી કામગીરી નું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય સેવાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે ઈઇંઘ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર) દ્વારા જુદા જુદા ગામોમાં ઓ.પી.ડી. (ઘઙઉ) કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ બીમાર વ્યક્તિને ઘરઆંગણે જ ત્વરિત સારવાર મળી રહે.છે આમ આજે વરાફ નીકળતા માળીયાહાટીના તાલુકાનું આરોગ્યતંત્ર સતત જાગૃત રહીને સઘન કામગીરી કરી રહ્યું છે
