મૃતકોના પરિવારો પરેશાન : સ્મશાનના સંચાલક કહે છે ગેસ ભઠ્ઠીનાં રિપેરીંગની કામગીરી ચાલુ છે
નગરપાલિકા સંચાલિત સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ ની બાજુમાં પરશુરામ તપોભૂમિ ખાતે સ્મશાન આવેલ આ સ્મશાનગૃહ મા બે ગેસ આધારિત ભઠ્ઠીઓ આવેલ છે પરંતુ ટેકનનીકલ કારણોસર સ્મશાનની બન્ને ગેસ આધારિત ભઠ્ઠીઓ બંધ હતિ જેથી વરસાદી માહોલ મા લાકડા થી થી ચિતા સળગાવી મુશ્કેલી પડે છે અને સ્મશાનમાં એકિ સાથે 6 મૃતદેહ આવતા મૃતકોના પરીવારો ખુબજ મુશ્કેલી મા મુકાયેલા પ્રભાસપાટણ ત્રિવેણી ખાતે આવેલ સ્મશાન મા વેરાવળ પાટણ અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી મૃતકો ને લાવવામાં આવે છે જેથી આ સ્મશાનગૃહ મા સતત મૃતકો આવતા રહે છે અને ચોમાસા ની સીઝન ને કારણે લાકડા થી અગ્નિદાહ આપવો મુશ્કેલ બનેલ ત્યારે સાત દિવસ થી સ્મશાન મા મૃતકના પરીવારો હેરાન થયેલ.
આ બાબતે સ્મશાન ની જવાબદારી સભાળચા જેશલભાઈ ભરડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે સ્મશાન સાત દિવસ ગેસ આધારિત સ્મશાનની બન્ને ભઠ્ઠીઓ બધ હતી અને અમોએ રજુઆત પણ કરેલ પરંતુ આ સ્મશાન ભઠ્ઠીઓ જે રીપેરીંગ કરે છે તે ગોડલ ના કારીગરો છે અને તેઓ અન્ય જગ્યાએ સ્મશાન ભઠ્ઠીઓ રીપેરીંગની કામગીરીમાં હતા જેથી રીપેરીંગ મા વિલંબ થયેલ આ કારીગરો આજે આવેલ છે અને એક ભઠ્ઠી ચાર કલાક ના અરસામાં ચાલુ થયેલ છે અને બીજી ભઠ્ઠી ની કામગીરી ચાલુ છે જે પણ ચાલુ થય જશે.
