વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો અને રાજુલા પોલીસ વચ્ચે મિટીંગ

ફરી ગુનાહીત પ્રવૃત્તિ ન કરવા શાંતિનો સંદેશ આપવામાં આવ્યો

પોલીસ વડા ડીઆઇજીની સૂચના મુજબ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીની રૂબરૂમાં પોલીસે અને ગુનેગારોની મિટીંગ યોજાઈ હતી.
જેમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા જે લોકો કોર્ટ કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે અથવા છૂટી ગયા છે અને વારેવારે પોલીસ દ્વારા એમને સમજાવવામાં આવતા હોય એ હેતુથી આજે ગુશ્કિટોક મારામારી જુગાર દારૂ જેવા અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા લોકોને બોલાવીને એક શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં ડીવાય,એસ,પી ગોરડીયા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. કે અત્યાર સુધી જે થયું તે પરંતુ હવે પછી ગુનાહિત પ્રવૃત્તિ ન થાય આપનો પરિવાર સુખ શાંતિથી રહે આપના બાળકો નું ભવિષ્ય આગળ કેવી રીતે વધે શિક્ષણ તરફ આગળ કેવી રીતે જવાય દેશમાં શાંતિ જળવાઈ રહે એવો સંદેશો આપ્યો હતો. નહીંતર પોલીસ પોલીસની કામગીરી કરી રહી છે અને કરશે પરંતુ અવારનવાર આવી બાબતો ન બને તેની ખાસ કાળજી રાખશો. તમામ તાલુકાના પી આઇ પી એસ આઇ તેમ જ સ્ટાફગણ પણ હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ