સાવરકુંડલામાં રોડ અને ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો શહેર ભાજપના પૂર્વ મહામંત્રીનો આરોપ

કામમાં નબળી ગુણવતા મટીરિયલ ઉપયોગ : સાઈટ પર જવાબદારો હાજર નહીં : ઉચ્ચ સ્તરે રજૂઆત

સાવરકુંડલા ના મહુવા રોડ ગિરધરવાવ પાસે ચાલી રહેલા રેલ્વે ઓવરબ્રીજ ના કામમાં ખુબજ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિકાસના કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ ઘણી જગ્યાએ આ કામમાં ગુણવત્તાના અભાવે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય છે. સાવરકુંડલાના રેલ્વે ઓવરબ્રિજનુ કામ રૂપિયા 54 કરોડથી વધુની રકમનું મંજુર થયેલું છે. મેસર્સ બેકબોન ક્ધસટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ – રાજકોટ નામની એજન્સી દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે જે કામ તદ્દન નબળી ગુણવત્તાના મટીરીયલ્સ થી અને માપ સાઈઝ કરતાં ઓછા મટીરીયલથી કરવામાં આવી રહ્યું છે , હાલમાં આ કામ કોઈપણ કારણોસર બંધ છે. પરંતુ જે કામ થોડું ઘણું કરવામાં આવ્યું છે તેમાં નિયમ મુજબ ખોદાણ કામ કરવામાં આવ્યું નથી, કોંક્રેટ ફાઉન્ડેશનમાં થિકનેસ ઓછી રાખેલ છે, અને આમાં મિક્સ ડિઝાઇન મુજબ કામ કરેલ નથી, તેમજ કયોરીંગ પણ પૂરતા પ્રમાણમાં કરેલ નથી, કોંક્રિટ હાઈટમાં પણ ગોલમાલ કરવામાં આવી છે, કોન્ક્રીટ કામ માટે બેચિંગ પ્લાન્ટ ઉપર કોઈ સુપરવિઝન પણ હોતું નથી, અને મન ફાવે તેમ કોન્ક્રીટ કરેલ છે, કપચી, રેતી અને સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની વાપરવામાં આવેલ છે, આ કામના ડ્રાઇવવર્ઝન માટેના રોડ માં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, ખોદાણ ગામ, મેટલિંગ કામ, પી.સી.સી. અને સી.સી. ના માપ સાઈઝ ઓછા રાખેલ છે, અને હલકી ગુણવત્તા નું મટીરીયલ્સ વાપરી આ સી.સી. રોડ પણ નબળો બનાવેલ છે, આ કામની સમયમર્યાદા આગામી તારીખ:- 21/09/2026 ના રોજ પૂર્ણ થઈ જશે, પરંતુ આ ઓવરબ્રીજ નું કામ હજુ 50% પણ પૂર્ણ થયેલ ન હોય હજુ આ કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે મોટો પ્રશ્નાર્થ છે, ૠ.ઞ.ઉ.ઈ. ગાંધીનગર દ્વારા નિમણૂક કરવામાં આવેલ ઙખઈ ચૈતન્ય પ્રોજેક્ટ ક્ધસલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામમાં દેખરેખ રાખવામાં આવતી નથી અને સ્થળ પર કોઈ જવાબદાર હાજર હોતા નથી. આ કામના સ્થળ ઉપર સરકારી એન્જિનિયર કે થર્ડ પાર્ટી એન્જિનિયર હંમેશાં ગેરહાજર હોય છે જેથી કામ ખૂબ જ નબળું થાય છે તેથી એજન્સીને ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ મોકળો મળે છે,આ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારશ્રી માં ઉચ્ચસ્તરે રજૂઆત કરી આ નબળું કામ અટકાવી એજન્સી ખ/ત ઇફભસબજ્ઞક્ષય ઈજ્ઞક્ષતિિીંભશિંજ્ઞક્ષ ઙદિં કમિં – છફષસજ્ઞિં વિરુદ્ધ તેમજ ૠ.ઞ.ઉ.ઈ. ગાંધીનગરના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા અને એજન્સી વિરુદ્ધ નાણાકીય રિકવરી સહિતની કાર્યવાહી કરવા પત્ર દ્વારા રજૂઆત કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ