અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં શિપ બીચિંગ બાદ ફિલિપાઇન્સના ક્રૂનું મોત

ભાવનગર નજીકના વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવેલા જહાજનું બીચિંગ થયા બાદ ચાલક દળના વિદેશી ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યુ હતુ, પોલીસ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટોલ્ટ કિકિયો જહાજનું તા.25ના રોજ બપોરના સુમારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી-7માં બીચિંગ થયુ હતું. ત્યાર બાદ ભરતીના પાણી ઓસરે પછી ક્રૂ મેમ્બરો પોતાના માલ-સામાન સાથે પ્લોટમાં જમીન પર ઉતરે છે. મોડી સાંજે પાણી ઉતર્યા બાદ ક્રૂને જમીન પર લાવવામાં આવ્યા હતા, દરમિયાન ફિલિપાઇન્સના ક્રૂ મેમ્બર રોલન્જય પેપિટો બેભાન હાલતમાં હતા તેથી અલંગમાં તબીબી સહાય લેવામાં આવી હતી અને ફરજ પરના તબીબે ક્રૂને તપાસી અને મૃત ઘોષિત કર્યા હતા. અન્નેએ નોંધનીય છે કે અલંગમાં જહાજના બીચિંગ સમયે વિદેશી ક્રૂ મેમ્બરો કાયમ નધણીયાત હાલતમાં હોય છે, જહાજ ઉપરથી ઉતરતી વખતે, હોડીમાં કાંઠે આવતી વખતે અવાર-નવાર અકસ્માતના બનાવ બને છે. પરંતુ સંબંધિત સરકારી તંત્ર તરફથી કોઈ સહાયતા પુરી પાડવામાં આવતી નથી.

રિલેટેડ ન્યૂઝ