ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ખંભાળિયામાં સાધુ-સંતોની રેલી

હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તથા ગૌસંવર્ધન અને ગૌસંસ્કૃતિના જતન માટે રેલી સ્વરૂપે ખંભાળિયા ખાતે સર્વે સનાતની હિન્દૂ સમાજ દ્વારા અહીંના જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર એડી. કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર માટે ખંભાળિયાના ફુલેલીયા હનુમાનજી મહારાજના મહંત ભાસ્કરાનંદ બાપુ, સંત લક્ષ્મણદાસ બાપુ, મહંત સુરેશભાઈ નિમાવત, વિશ્વ હિન્દૂ પરિષદના પ્રવિણસિંહ કંચવા, અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયા, કારોબારી ચેરમેન રાજ પાબારી, તાલુકા ભાજપ પ્રમુખ નારાયણભાઈ ચાવડા, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા, ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદના જેઠાભાઈ ભોચીયા, કલાપીભાઈ પંડયા, જાણીતા ગૌ ભક્તો દેશુરભાઈ ધમા, નરશીભાઈ ભાયાણી, પરેશભાઈ સામાણી, નવુભા જાડેજા, સહીતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ