77 ગામોમાંથી 35 ગામોને એક રૂપિયાની પણ ગ્રાન્ટ નહીં, 42 ગામોને ફાળવણી
જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન શિંગડેનો ગંભીર આક્ષેપ
માત્ર 13 ગામોના ફાળે રૂ.1.15 કરોડથી વધુની રકમ હોવાનો દાવો
ઉના તાલુકામાં વર્ષ 2026-27ની 15% વિવેકાધીન ગ્રાન્ટના આયોજનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામડાઓના વિકાસ માટે ફાળવવામાં આવતી આ ગ્રાન્ટમાં ગામવાર ફાળવણીને લઈને ભેદભાવ અને પારદર્શિતાના ગંભીર સવાલો ઊભા થયા છે.ઉના તાલુકા જિલ્લા પંચાયતની મોટા ડેસર બેઠકના સભ્ય દક્ષાબેન ભરતભાઈ શિંગડે દ્વારા ગાંધીનગરના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવને લેખિત રજૂઆત કરી હાલનું આયોજન રદ કરી નિયમ મુજબ નવેસરથી આયોજન કરવાની માગ કરવામાં આવી છે.
દક્ષાબેન શિંગડેની રજૂઆત મુજબ, ઉના તાલુકાની કુલ 77 ગ્રામ પંચાયતો પૈકી 42 ગામોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જ્યારે 35 ગામોને એક રૂપિયાની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.એટલે કે ઉપલબ્ધ ગામવાર યાદીના આધારે આશરે 45.45 ટકા ગામો ગ્રાન્ટથી વંચિત રહ્યા હોવાનું ચિત્ર સામે આવે છે. બીજી તરફ 54.55 ટકા ગામોને કોઈને કોઈ રકમની ફાળવણી થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.પરંતુ વિવાદ માત્ર ગ્રાન્ટ મળી કે નહીં ત્યાં અટકતો નથી. ગ્રાન્ટ મેળવનારા 42 ગામોમાંથી 27 ગામોને રૂ.3 લાખથી ઓછી રકમ ફાળવાઈ હોવાનું ચાર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે ગ્રાન્ટ મેળવનારા ગામોમાં આશરે 64.29 ટકા ગામોને રૂ.3 લાખથી ઓછી ફાળવણી મળી છે. બીજી તરફ ગણતરીના ગામોમાં લાખો રૂપિયાની મોટી ફાળવણી થતાં ગામવાર વિકાસની જરૂરિયાતો અને ફાળવણીના માપદંડ અંગે સવાલો ઉઠ્યા છે.
આ સમગ્ર વિવાદમાં સૌથી ગંભીર મુદ્દો તા. 11 જૂન, 2026ના રોજ ઉના તાલુકા પંચાયત કચેરી ખાતેમળેલી આયોજન સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ અંગેનો છે.રજૂઆતમુજબ,15% વિવેકાધીનગ્રાન્ટનાઆયોજન માટે બેઠક યોજાવાની હતી અને તે પૂર્વે તા. 2 જૂનના પત્રથી સભ્યોને પોતાના વિસ્તારનાજરૂરીવિકાસકામોની દરખાસ્ત સાથે બેઠકમાં હાજર રહેવા જણાવાયું હતું. દક્ષાબેન શિંગડેના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાના મત વિસ્તારના વિકાસ માટે જરૂરી કામોની લેખિત દરખાસ્ત સભ્ય સચિવ સમક્ષ રજૂ કરી હતી. તેમ છતાં, તેમના દ્વારા સૂચવાયેલા કામોની વિગતો બેઠકની કાર્યવાહી નોંધમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.આથી હવે સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બેઠકમાં સભ્યો દ્વારા રજૂ કરાયેલા કામોની ચર્ચા થઈ હોય તો તેની સંપૂર્ણ વિગતો કાર્યવાહી નોંધમાં કેમ ન આવી? અને જો કેટલાક કામો બેઠકમાં રજૂ થયા ન હતા તો બાદમાં તે કામોમંજૂરથવા ની પ્રક્રિયા કેવી રીતે થઈ?આબાબતે સમગ્ર કાર્યવાહી અને દસ્તાવેજોની તપાસ કરવાનીમાંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉના તાલુકાના 35 ગામોને 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી ફાળવણી કરવા માં આવી નથી.ગ્રાન્ટથી વંચિત દર્શાવાયેલા ગામોમાં ભાડાસી, દુધાળા, કંસારી, રાતડ ,સોનારી, ભેભા, ગુંદાળા, લેરકા, રાણવશી, ઉમેજ, ભડીયાદર-ભાચા, કોઠારી-કાજરડી, મઘરડી-મેણ, નાઠેજ-રામેશ્વર, વરસિંગપુર, વાવરડા, ચીખલી, કાણેકબરડા, માઢગામ, સુલતાનપુર-સીમાસી, ઝાંખરવાડા, ખડા, કેસરિયા, નાંદરખ, ખાણ, દેલવાડા, કોબ, નેસડા, સોંદરડી અને સોંદરડા સહિતના ગામોનો સમાવેશ થાય છે.
હાલનું આયોજન રદ કરો, ફરીથી બેઠક બોલાવો:: દશાબેન શિંગડ
જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન શિંગડેએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે વર્ષ 2026-27નું 15% વિવેકાધીન ગ્રાન્ટનું હાલનું આયોજન તાત્કાલિક અટકાવી અથવા રદ કરવામાં આવે અને નિયમ મુજબ નવેસરથી આયોજન કરવામાં આવે.ફરીથી આયોજન સમિતિની બેઠક બોલાવી તમામ સભ્યોના સૂચવેલા કામોની સંપૂર્ણ વિગતો કાર્યવાહી નોંધમાં સામેલ કરવી, દરેક દરખાસ્ત પર ચર્ચા કરવી, મંજૂર કે નામંજૂર કરવા ના કારણો નોંધવા અને તાલુકાના તમામ 77 ગામોને ન્યાય મળે તે રીતે ગ્રાન્ટ ફાળવવી તેવી માંગ કરવામાં આવી છે.આ મામલે સામાન્ય વહીવટ વિભાગનાનાયબ સચિવ, ગીર સોમનાથના પ્રભારી મંત્રી, જિલ્લાકલેક્ટર, જિલ્લા આયોજન અધિકારી,જિલ્લાવિકાસઅધિકારી, ઉના પ્રાંત અધિકારી, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ને લેખિત રજૂઆત કરી છે હવે સમગ્ર મામલે જિલ્લાઅને રાજ્ય કક્ષાએથી કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં, હાલનું આયોજન યથાવત રાખવામાં આવે છે કે પછી ફરીથી બેઠક બોલાવી નવેસરથી આયોજન કરવા માં આવે છે, તેના પર સૌની નજર છે.
જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યોના આક્ષેપ પાયાવિહોણા: તાલુકા વિકાસ અધિકારી ચાવડા
તાલુકા પંચાયત ના વિકાસ અધિકારી અને સભ્ય સચિવ કારાભાઈ.પી.ચાવડા એઆપેલીહકીકત જાણતા તાલુકા પંચાયત હસ્તે આવતી કોઇ પણ ગ્રાન્ટ દરેકગામ ને ધ્યાને રાખી સંતુલિત સાથે વિકાસ કરવા નો હોય છે. જિલ્લા પંચાયત ના કોંગ્રેસ ના સભ્યો દક્ષાબેન ભરત ભાઈ શિંગડ અને મોતીબેન ધીરૂભાઇ સોલંકી દ્વારા આવેલી રજુઆત ને આયોજન ના ઠરાવ મિટિંગ મા લીધા હતા અને ચર્ચા કરી હતી અને તેમના વિસ્તારના ભીગરણ, પાલડી, સીલોજ, ડમાસા, તડ, એલમપુર, ઓલવાણ, નાથડ, રેવદ, શાડેશર, લામધાર, મોટા ડેશર, સોખડા સહિત ગામો ને રૂ 29 લાખ ના કામો આયોજન ની બેઠક મા લીધા છે ઉપરોક્ત ગામે આંગણવાડી કમ્પાઉન્ડ વોલ,ગટર,સીસી રોડ, પેવર બ્લોક, સ્મશાન પાઈપલાઈન,પીકઅપ બસ સ્ટેન્ડ જેવાં વિકાસ કામો ફારવાયા છે તેમન આક્ષેપ પાયાવિહોણા હોવાનું તાલુકા વિકાસ અધિકારી કે.પી.ચાવડા એ મિડીયા ને જણાવ્યું હતું બન્ને જીલ્લા પંચાયત ના સભ્યો દ્વારા કુલ 26 કામો મુકાયાં હતાં તે પૈકી 13 કામો આયોજન મા સમાવેશ કરાયો હોવાનું રેકર્ડ પર જોવાં મળ્યું છે
TDO ની કામગીરી સામે પણ સવાલો
દક્ષાબેન શિંગડેની રજૂઆતમાં તાલુકા આયોજન સમિતિ ના સભ્ય સચિવ અને તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ)ની કામગીરી અંગે પણ પ્રશ્નોઉઠાવવામાંઆવ્યા છે.રજૂઆતમાં જણાવ્યા મુજબનિયમિતપ્રક્રિયાપ્રમાણે સભ્યો દ્વારા રજૂ કરાયેલા વિકાસ કામોની વિગતો કાર્યવાહી નોંધમાં સામેલ થવી જોઈએ, દરખાસ્તો અંગે સમિતિમાં ચર્ચા થવી જોઈએ અને કયા કામોને મંજૂરી આપવામાં આવી તથા કયા કામોને નામંજૂર કરવામાં આવ્યા તેનીયોગ્ય નોંધ હોવી જોઈએ.પરંતુ આ પ્રક્રિયા માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરતાં સભ્ય સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી સામે નિયમભંગ અને કાર્યવાહી નોંધમાં થયેલી કથિત ગેરરીતિ અંગે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના મહિલા સભ્યના મુખ્ય સવાલો
77 માંથી 35 ગામોને ગ્રાન્ટ કેમ નહીં? 42 ગામોમાં ફાળવણી માટે કયા માપદંડો અપનાવાયા? 27 ગામોને રૂ.3 લાખથી ઓછી ફાળવણીનું કારણ શું? માત્ર 13 ગામોનાફાળેરૂ.1.15કરોડથીવધુ રકમ કેવી રીતે પહોંચી?સભ્યો દ્વારા રજૂ કરાયેલા કામો કાર્યવાહીનોંધ માં કેમ ન આવ્યા?બેઠકમાં ચર્ચા ન થયેલા કામો બાદમાં મંજૂર થયા હોય તો તેની પ્રક્રિયા શું હતી? રૂ.178 લાખની કુલ ગ્રાન્ટ શું સમગ્ર આયોજનની જિલ્લા કે રાજ્ય કક્ષાએ તપાસ થશે ?
