સિંહો માનવ પર કેમ હુમલા કરે છે? : રાજકોટની છાત્રાઓએ વન વિસ્તારમાં ફરી સ્ટડી કર્યો

આત્મીય યુનિવર્સિટીની છાત્રાઓએ વનમાં રહેતા લોકોના રિવ્યુ મેળવી સિંહોની રહેણી-કરણી જાણી: મનોવૈજ્ઞાનીક સંશોધન કરી સાવજોના માનવ પર હુમલાનો રિપોર્ટ તૈયાર કરાશે

અમરેલી જીલ્લામાં છેલ્લા 2 માસમાં સિંહ દ્વારા થયેલા માનવ હુમલાથી 5 લોકોના મોત બાદ માનવ ઉપર સિંહો કેમ હુમલા કરે છે? તે અંગે રીસર્ચ કરવા માટે થઇ રાજકોટ સાયકલોજી વિભાગના 50 જેટલા વિદ્યાર્થીઓ જંગલ વિસ્તારોના ગામડાઓમાં સમીક્ષાઓ કરવા આવી પહોંચ્યા હતા. અને ગામના લોકોના રીવ્યુ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.
અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના વાઘણીયા અને ક્રાકચ ગામે રાજકોટની એક ખાનગી યુનિવર્સીટીના સાયકલોજી વિભાગના 50 જેટલી વિદ્યાર્થીનીઓ સિંહો કેમ માનવ પર હુમલા કરતા થયા છે? તે અંગેની જાણકારીઓ મેળવવા આવી પહોંચ્યા હતા. અને સ્થાનીક મહિલાઓ સહિત સ્થાનિકો સાથે વાર્તાલાપ કરીને સિંહોની રહેણી કરણી અને સિંહોના સ્વભાવ સહિતની ગ્રામીણ ગામડાંમાં હાલની કેવી અસર છે. તેની માહીતી મેળવી હતી.
સિંહો પશુઓના શિકાર અર્થે ગ્રામીણ ગામડાંમા ઘૂસે ત્યારે ગામની સ્થિતિ શુ હોય છે? અને કેવી વર્તુણક કરે છે? સહિતની માહિતીઓ વિદ્યાર્થીનીએ એકત્રિત કરી હતી. અને એક સીટ તૈયાર કરીને લાવેલા હતા. સિંહોના બદલાયેલા સ્વભાવ અને સિંહોની હાલની માનવીય અભિગમ પ્રત્યેની સંવેદનાઓ વિષેની વિશેષ જાણકારીઓ પણ ગામડાઓમાં જ્યા સિંહોની સતત અવરજવર રહે તેવા ગામડાઓ પસંદ કરીને વિદ્યાર્થીનિઓએ સચોટ માહિતીઓ એકત્રિત કરી હતી. જે અંગે વિદ્યાર્થિનીઓ પણ અભિભૂત થઈ હતી
ટીમે વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો તેમજ જંગલ વિસ્તારમાં આવેલા નેસડામાં રહેતા માલધારીઓ સાથે ચર્ચા કરી હતી.
આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વ, સિંહોના વર્તન, માનવ પર થયેલા હુમલાની ઘટનાઓ તેમજ સ્થાનિક લોકોના અનુભવ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરી હતી.સાથે સાથે ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના સ્ટેચ્યુ જઈને રાજમાતા વિશેની પણ જાણકારીઓ સાયકલોજી વિભાગની વિદ્યાર્થિનીઓ મેળવી હતી. અને સિંહો વિષે એકત્ર કરાયેલા આંકડા અને અનુભવોના આધારે આગામી સમયમાં સંશોધન (રિસર્ચ) અને વિશ્લેષણ (એનાલિસિસ) કરવામાં આવશે.
જેથી માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે વધુ અસરકારક અભ્યાસ થઈ શકે તે અંગે જોડે આવેલા સાયકલોજી વિભાગના પ્રોફેસર શીવુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સિંહો માનવ હુમલાઓ કેમ કરે છે? તેનું મનોવૈજ્ઞાનિક સંશોધન કરવાનો ધ્યેય હતો ને એનું એનાલીસીસ કરીને એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આ રિપોર્ટ આપવાનો નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ