ભાયાવદરના ડાકણીયા ડુંગરે 14મીથી ત્રણ દિવસનો લોકમેળો

તંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

ભાયાવદર નગરપાલિકા અને ટીમ ભાજપના સંયુક્ત ઉપક્રમે ભાયાવદર ના ડાકણિયા ડુંગરની તળેટીમાં તા.14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ થયા ભાટીગળ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રકૃતિના હરિયાળા ખોળે વસેલા ભાયાવદર ખાતે ખોડીયાર માતાજીના સાનિધ્યમાં યોજાતા આ લોકમેળાની દર વર્ષે લોકો આતુરતાથી રાહ જુએ છે ભાયાવદર ઉપરાંત મુંબઈ સુરત વડોદરા, અમદાવાદ રાજકોટ જામનગર સહિતના શહેરોમાં વસતા ભાયાવદરવાસીઓ ખાસ આ મેળાની મોજ માણવા વતન આવે છે તા. 14 સપ્ટેમ્બરના રોજ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યારે તા. 15 અને 16 સપ્ટેમ્બર ની રાત્રે મેળામાં આવતા લોકોના મનોરંજન માટે ભવ્ય મ્યુઝીકલ નાઈટનો પણ આયોજન કરવામાં આવ્યું છે.
નગરપાલિકા તંત્ર દ્વારા તળાવમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે નગરપાલિકાના કર્મચારીઓ ભાજપના આગેવાનો નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો દ્વારા મેળાના ગ્રાઉન્ડની સફાઈ લાઇટિંગ પીવાના પાણી સહિતની વિવિધ સુવિધાઓ વિચારવું રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા નગરપાલિકા પ્રમુખ રેખાબેન સીણોજીયા અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ મેળા ને સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ