સરકારી પરિપત્રના અર્થઘટન સામે ગંભીર સવાલો: વધારાની જવાબદારી સામે અસંતોષ
ઉના મામલતદાર કચેરી દ્વારા તલાટી કમ મંત્રીને સોંપવા માં આવેલીવાવેતરના દાખલા કાઢવાની કામગીરીને લઈ ને વહીવટી તંત્રમાં સવાલો ઊભા થયા છે. સરકારના પરિપત્રમાં રેવન્યુ રેકર્ડ જ્યાં સુધી તલાટી કમ મંત્રી પાસે હસ્તક હોય ત્યાં સુધી રેકર્ડને લગતી કામગીરી તા.15 ઓક્ટોબરસુધીતલાટી કમમંત્રીદ્વારા કરવાની જોગવાઈ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ વાવેતરના દાખલા માટે કોઈ રેવન્યુ રેકર્ડના હસ્તાંતરણનો પ્રશ્નનહોવા છતાં આ કામગીરી તલાટી કમ મંત્રીને સોંપવામાં આવતા પરિપત્રના અર્થઘટન અંગે ચર્ચા શરૂ થઈ છે.
મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઉના દ્વારા પત્ર મારફતે વાવેતરના દાખલા કાઢવાની કામગીરી તલાટી કમ મંત્રીને સોંપવામાં આવી હોવાનું સામેઆવ્યું છે. આ નિર્ણયથી મુખ્ય સવાલ એ છે કે સરકારના પરિપત્રમાં જે કામગીરી રેવન્યુ રેકર્ડ હસ્તક રહેવા સાથે જોડાયેલી છે, તેનો વ્યાપ વધારીને વાવેતરના દાખલા જેવી કામગીરી પણ તલાટી કમ મંત્રી પાસે કરાવવાનો આધાર કયો છે?
સરકારી પરિપત્રનો હેતુ રેવન્યુ રેકર્ડની જાળવણી અને સંબંધિત કામગીરી સાથે જોડાયેલો હોય તો તેના આધારે અન્ય રેવન્યુ કામગીરી પણ તલાટી કમ મંત્રીને સોંપી શકાય કે કેમ તે મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં છે. ખાસ કરીને વાવેતરના દાખલા કાઢવાની કામગીરી માટે અલગથી રેવન્યુ તંત્રમાં જવાબદારી અને કામગીરીની વ્યવસ્થા હોય ત્યારે મામલતદાર કચેરી દ્વારા આ કામગીરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે શા માટે કરાવવામાં આવી રહી છે તે પ્રશ્ન ઊભો થયો છે.
જો વાવેતરના દાખલા કાઢવાની કામગીરી રેવન્યુ જોબ ચાર્ટ મુજબ રેવન્યુ તલાટીની જવાબદારીમાં આવતી હોય, તો રેવન્યુ તલાટીની કામગીરી તલાટી કમ મંત્રી પાસે સોંપવાનો નિર્ણય કયા નિયમ કે જોગવાઈ હેઠળ લેવાયો છે તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.
તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સ્તરે જન્મ-મરણ નોંધણી, પંચાયતના વહીવટી કામકાજ, વિવિધ પ્રમાણપત્રો સરકારી યોજનાઓ, ગ્રામ વિકાસ સંબંધિત કામગીરી સહિતની અનેક જવાબદારીઓ નિભાવે છે. આવી સ્થિતિમાં તેમના ઉપર રેવન્યુ વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે તો તેની સીધી અસર નિયમિત પંચાયત કામગીરી પર પડે તેવી પણ શક્યતા છે.
એક તરફ ગ્રામ પંચાયતોમાં કર્મચારીઓ ઉપર પહેલેથી જ વિવિધ સરકારી કામગીરીનો ભાર છે, ત્યારે બીજી તરફ રેવન્યુ વિભાગની કામગીરી પણ સોંપવામાં આવે તો જવાબદારીનું વિભાજન અને કામના નિર્ધારિત જોબ ચાર્ટ અંગે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.
પરિપત્રનો સાચો અર્થ શું? સ્પષ્ટતા જરૂરીસમગ્ર મામલે હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સરકારના પરિપત્રમાં દર્શાવવામાં આવેલી જોગવાઈનો ચોક્કસ અર્થ શું છે? શું માત્ર રેવન્યુ રેકર્ડ હસ્તક રહે ત્યાં સુધીની કામગીરી કરવાની છે કે તેના આધારે વાવેતરના દાખલા જેવી અન્ય રેવન્યુ કામગીરી પણ તલાટી કમ મંત્રી પાસે કરાવી શકાય છે?
જો આવી કામગીરી કરાવવાની જોગવાઈ હોય તો તેનો સ્પષ્ટ નિયમ, પરિપત્ર અથવા અધિકૃત આદેશ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. બીજી તરફ જો આ કામગીરી રેવન્યુ તલાટીની જવાબદારીમાં આવતી હોય તો તલાટી કમ મંત્રી ઉપર તે કામગીરી શા માટે સોંપવામાં આવી તે અંગે પણ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા કરવી જરૂરી બને છે.
વાવેતરનાદાખલાખેડૂતોમાટેમહત્ત્વના રેવન્યુ દસ્તાવેજો માંથી એક ગણાય છે. આવા દાખલા સમયસર અને નિયમસર મળે તે જરૂરી છે. પરંતુ કામગીરી કોની જવાબદારી હેઠળ આવે છે તે અંગે જ જો સ્પષ્ટતા ન હોય તો ભવિષ્યમાં રેકર્ડ, દાખલા અથવા કામગીરીની જવાબદારીને લઈને વિવાદ ઊભો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આ સમગ્ર મામલે ઉચ્ચ રેવન્યુ અધિકારીઓ દ્વારા પરિપત્રની જોગવાઈ, રેવન્યુ તલાટી તથા તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ અને મામલતદાર કચેરીના આદેશની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
રેકર્ડના નામે રેવન્યુ કામગીરીનો બોજો તલાટી કમ મંત્રી ઉપર કેમ?
હવે આ સવાલ માત્ર કર્મચારીઓ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ વહીવટી પારદર્શિતા અને જવાબદારીના નિર્ધારણ સાથે પણ જોડાઈ ગયો છે. ઉચ્ચ અધિકારી ઓ આ અંગે સ્પષ્ટતા કરશે કે પછી રેવન્યુ તલાટીની કામગીરી પણ તલાટી કમ મંત્રી પાસે જ કરાવવાનું ચાલુ રહેશે, તેના ઉપર સૌની નજર છે.
