ધારીના ગોપાલગ્રામમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતા ઉભો પાક ઢોરને ચરાવી દીધો

10 વિસ્તાર દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ખેડુતોને વળતર આપવા માંગ

ધારી તાલુકાના ગોપાલગ્રામમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગોપાલગ્રામના એક ખેડૂત સુરેશભાઈ વાળાએ પોતાના 20 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતો વરસાદ ન પડતા કપાસનો પાક નિષ્ફળ જતાં ખેતરમાં ઉભેલો પાક પશુઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે. હાલમાં બિયારણ તેમજ દવા તેમજ પોતાની મહેનત સહીત આશરે 3 લાખ જેટલો ખર્ચ થઈ ગયેલો હોવા છતાં સારી મોલાત જોવા ના મળતા મજબૂરીમાં સમગ્ર ખેતરમાં ઉભા પાકમાં ઢોરને ચારવા મૂકી દીધા હતા જયારે આ ખેડૂત સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે આ તમામ ગામોનું સર્વે કરી દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે. આ સાથે ગોપાલગ્રામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, જુવાર, સોયાબીન જેવા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જોકે વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ખેતી પાકને પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર તરફથી પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ