ગીર સોમનાથ જિલ્લામાં ટુ વ્હિલર, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે હરાજી થશે

ઇ-હરાજી માટે તા.16 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગીર સોમનાથ જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AJ,AH, AK, AL, AM,, તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG, AN તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ ૠઉં32ટ માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.16ને 4:00 ઙખ થી તા.18/ 03:59 સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ તા.18/ 04:00 ઙખ થી 20/ 03:59 સુધી કરી શકાશે. શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http:// parivahan.gov.in/fancy/faces/public/login.xhtmપર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો સહિતની વિગતવાર સુચનાઓ આપેલ છે.
વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5(પાંચ) દિવસમાં નાણા જમા કરાવના રહેશે. અરજદાર જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમ(ઇફતય ઙશિભય) ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે.

રિલેટેડ ન્યૂઝ