જાફરાબાદ માત્ર બંદર નહીં, ઇતિહાસ, એકતા, વિકાસનો ત્રિવેણી સંગમ

જંજીરા સ્ટેટના ઐતિહાસીક વારસાસમો દરિયાઇ કિલ્લો દીવાદાંડી શાનદાર ભુતકાળની સાક્ષી

જાફરાબાદ અમરેલી જિલ્લાનું આર્થિક એન્જિન: માછીમારી સૌથી મોટો વ્યવસાય: બુમલા માછલી માટે વિશ્ર્વપ્રસિધ્ધ: ફિશ પાવડર સહીતના ઉદ્યોગોથી અનેકને રોજગારી

જાફરાબાદનો ઈતિહાસ ખૂબ જ ભવ્ય છે. જાફરાબાદ રાજ્યની સ્થાપના લગભગ ઈ.સ. 1650માં થઈ હતી. તે પ્રખ્યાત જંજીરા સ્ટેટના નવાબની હકૂમત હેઠળનું પ્રિન્સલી સ્ટેટ હતું, જે જંજીરાથી 320 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં આવેલું હતું. આ રાજ્યમાં જાફરાબાદ શહેર અને 11 ગામોનો સમાવેશ થતો હતો અને કુલ વિસ્તાર 68 ચો.કિ.મી. હતો.
આ રાજ્ય અને શહેરનું નામ ગુજરાતના સુલતાન મુઝફ્ફર જાફરના નામ પરથી પડ્યું છે, જેમણે અહીં કિલ્લેબંધી કરાવી હતી. 1901માં અહીંની વસ્તી 12,097 હતી. આજે પણ જંજીરા વખતનો ફરતો દરિયાઈ કિલ્લો અને દીવાદાંડી (કશલવિં ઇંજ્ઞીતય) તેની શાનદાર ભૂતકાળની સાક્ષી પૂરે છે. ત્યારે પુરાતત્વ ખાતાએ આ કિલ્લાની મરામત કરાવવી જોઈએ.
વસ્તી અને સામાજિક એકતા – જાફરાબાદની સાચી ઓળખ
2011ની વસ્તી ગણતરી મુજબ જાફરાબાદ તાલુકાની વસ્તી 1,08,002 છે, જાફરાબાદ શહેરની વસ્તી 37,000 અને મતદારો 27,000 છે, આ માત્ર જાફરાબાદ શહેરના છે જેમાં સૌથી મોટો વિસ્તાર પીપળી કાંઠા છે. અહીં હિન્દુ, મુસ્લિમ, કોળી, ખારવા, કપોળ સહિત તમામ સમાજ એકતા સાથે રહે છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસ: સમસ્ત ખારવા સમાજ દ્વારા લાખોના ખર્ચે કામનાથ મહાદેવનું અત્યંત કલાત્મક અને જોવાલાયક મંદિર બનાવવામાં આવ્યું છે. સમાજમાં સ્વાધ્યાય પરિવારના યોગેશ્વરને માનનારો મોટો વર્ગ છે અને લગભગ 50% લોકોને ત્રિકાળ સંધ્યા સ્વાધ્યાયના શ્લોક કંઠસ્થ છે.
સેવાનું ઉદાહરણ: સમાજ દ્વારા એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સૌએ સાથે મળીને ’મસ્તગંધા’ નામની બોટ તૈયાર કરી છે, જેની આખા વર્ષની કમાણી આર્થિક રીતે જરૂરિયાતવાળા લોકોને અર્પણ કરવામાં આવે છે.
ન્યાય અને મહેમાનગતિ: આજે પણ અહીં કોળી સમાજ હોય કે ખારવા સમાજ, કોઈપણ તકરારમાં પ્રથમ ફરિયાદ પંચ એટલે કે પટેલો પાસે જાય છે, ત્યારબાદ જ પોલીસ કચેરીએ જાય છે. ખારવા સમાજનો ઓટલો એટલે ભગુભાઈ સોલંકી માજી સભાપતિ નો ઓટલો – ત્યાં કોઈપણ વ્યક્તિ જાય, ચા-પાણી વગર પાછો આવતો નથી. તાલુકાના જોવાલાયક મંદિરો વારા સ્વરૂપ, સરકેશ્વર, નાગેશ્રી ચારધામ, દરિયા કિનારે વરૂડી માતાજીનું મંદિર આ ગ્રામ્ય કક્ષાના મંદિરો છે.
અમરેલી જિલ્લાનું આર્થિક એન્જિન
અમરેલી જિલ્લાનો અર્થતંત્ર કૃષિ પર છે પણ જાફરાબાદ તાલુકામાં માછીમારી સૌથી મહત્વનો વ્યવસાય છે.
માછીમારી ઉદ્યોગ: જાફરાબાદ બંદર સૌરાષ્ટ્રનું સૌથી મોટું માછીમારી બંદર છે. અહીંથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો વેપાર થાય છે, ખાસ કરીને બૂમલા (બોમ્બે ડક) માટે તે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં લગભગ 700 બોટો કાર્યરત છે અને સીધી રીતે 25,000 થી વધુ લોકો રોજગારી મેળવે છે. સમગ્ર જિલ્લામાં જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચ તથા ધારા બંદર, નવાબંદર સહિત 1866 બોટો નોંધાયેલી છે.
મોટા ઉદ્યોગો: માત્ર માછીમારી ઉપરાંત, અહીં પાંચ મોટા ઉદ્યોગો આવેલા છે – જશક્ષયિંડ્ઢ કંપની, જૂફક્ષ ઊક્ષયલિુ કંપની, ૠજઋઈ, ગફળિફમફ ઉર્ફે કઝ કંપની અને ફિશ પાવડરના ઉદ્યોગો.
શિક્ષણ અને સુવિધા: આધુનિક ઈંગ્લીશ સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ, જાફરાબાદના કપોળ સમાજ દ્વારા દાનમાં બનાવેલા વિદ્યાર્થી છાત્રાલયો, આધુનિક હોસ્પિટલ, એસ.ટી. માટેનું આધુનિક બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના નવા બિલ્ડીંગો.
પ્રવાસન અને જ્ઞાન: ફરવા માટે બે આધુનિક બગીચાઓ, જંજીરા સ્ટેટ વખતનો કિલ્લો, બંદર, દીવાદાંડી અને નજીકમાં આવેલું શિયાળબેટ ટાપુ. મુંબઈના દાતાઓ દ્વારા બનાવેલી શ્રેષ્ઠ લાયબ્રેરી, જે ગુજરાત કક્ષાએ 2-3 વખત એવોર્ડ મેળવી ચૂકી છે.
વિકાસ કામો: આજે જાફરાબાદ શહેરની એક પણ ગલીમાં કાચો રસ્તો યુવાની મજા જુઓ ત્યાં સિમેન્ટ અને બ્લોક રોડ નગરપાલિકા પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારીયાની સુંદર કામગીરી અને નવા કામોનું આયોજન શિયાળ ચેતનભાઈ દ્વારા કરવામાં અને મૂળ તારા બંદર ના વતની ત્યારબાદ મુંબઈ રહેવા ગયેલા એવા હીરાભાઈ સોલંકી ગ્રાન્ટ મંજુર કરાવવામાં પ્રથમ હોવાથી જાફરાબાદ શહેર બદલાતા યુગમાં બદલાતી સુવિધાઓ સાથે સજ કર્યું છે અહીંની નગરપાલિકાને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સરકાર દ્વારા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આજની તારીખે પણ નગરપાલિકાનું વહીવટ પ્રમુખ સુંદર રીતે કરી રહ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે જાફરાબાદને પહેલા ધારાસભ્ય છોટુભાઈ ત્રિભુવનદાસ મહેતા તેઓ બે જ વરસ ધારાસભ્ય રહી અને રાજીનામું આપી અને શિક્ષણમાં જોડાયા અને જાફરાબાદમાં શિક્ષણનો એટલો બધો વ્યાપ વધાર્યો કે જાકે મંડળ સંસ્થામાં 5,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને તેમાં પણ એડમિશન મળતું નહીં તેવી સુંદર વ્યવસ્થા દાતાઓ ગોતી અને કરી હતી જેને શિક્ષણ ક્ષેત્રે ભૂલી ન શકાય.
એવી જ રીતે મુંબઈમાં પ્રધાનમંત્રીમાં સંરક્ષણ મંત્રી રહેલા અને ઉનામાંથી ધારાસભ્ય સ્વર્ગસ્થ સુરગ બાપુ કાળુ બાપુ ગામ નાગેશ્રી જેમણે આરઝી હકૂમતની લડતમાં મહત્વનો ફાળો તેમજ સમગ્ર બાબરીયાવાડ અને 18 વર્ણમાં તુલસીશ્યામને જૂનાગઢ પાકિસ્તાન સાથે ન ન જોડાવાની લડત આપવામાં પ્રથમ હતા.


રિલેટેડ ન્યૂઝ