અમરેલીમાં આર્થિક સંકડામણ અને લેણદારોની ઉઘરાણીથી કંટાળી યુવાને જીવન ટુંકાવ્યું

જેને લાખો રૂપિયા આપેલા તે આપતા નહોતા અને જેમને આપવાના હતા તે પઠાણી ઉઘરાણી કરતા હતા: બે સામે ફરિયાદ

અમરેલીના સાવરકુંડલા રોડઉપર આવેલ ગજેરાપરા, ફુલનાથ મંદીર સામેની ગલીમાં રહેતા દર્શનાબેન રવિન્દ્રભાઈ ઉર્ફે રવીભાઈ છગનભાઈ ઠુંમર નામની 41 વર્ષીય મહિલાના પતિ રવિન્દ્ર ઉર્ફે રવીભાઈ છગનભાઈ ઠુંમર અમરેલીમાં રહેતા આરોપી ઉદયભાઈ મનુભાઈ ધાનાણી સાથે શ્યામ સુંદર ગૃપમા કામ કરતા હોય તે દરમ્યાનના 40-45 લાખ રૂપીયા લેવાના થતા હોય, જે આરોપી આપતા ન હોય અને આરોપી નાગનાથ મેડીકલના કેવલભાઈ કાંતીભાઈ ગળથીયા સાથે નાગનાથ મેડીકલની ભાગીદારીના પૈસા લેવાના હોય જે પણ પૈસા આપતા ન હોય અને મહિલાના પતિએ બીજા ઈસમો પાસેથી પૈસા લીધેલ હતા. તે લોકો પણ તેણીના પતિ પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા.
જેના લીધે તેણીના પતિ આર્થિક સંકડામણમાં આવી જતા તેમણે તેમના કેરીયા રોડ ઉપર આવેલ દ્વારકેશ મેડીકલે ઉભા રહી જાહેરમાં ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા પી લેતા તેણીના પતિનું સારવાર દરમ્યાન મોત નીપજ્તા જે અંગે મહિલાએ તેમના પતિને મરવા મજબુર કર્યાની ઉદયભાઈ મનુભાઈ ધાનાણી નાગનાથ મેડીકલના કેવલભાઈ કાંતીભાઈ ગળથીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.
સરસીયા ગામે નજીવી બાબતે તરૂણીનો આપઘાત
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતી કલ્પના અરૂણભાઇ બોરીચા નામની 15 વર્ષીય તરૂણી તા.21 ના રાત્રીના આશરે નવેક વાગ્યે સરસીયા ગામે પોતાના ઘરે પોતાના નાનાભાઇ સાથે ટીવી જોતા હોય અને ટીવી જોવા બાબતે ભાઇ બહેન વચ્ચે ઝઘડો થતા તેણીને મનમા ગુસ્સો આવતા પોતાની મેળે ગળાફાસો ખાઇ જતા તેણીને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રિલેટેડ ન્યૂઝ