ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી
સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે : મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડા પ્રભારી
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદૃી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદૃેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિૃલ્હી, હરિયાણા અને પંજાબ જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદૃેશમાં વિનોદૃ તાવડેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જગદૃીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદૃીપ વર્મા અને અનંત ઓઝાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના નેતા રોહન ગુપ્તાને બિહારના સહ પ્રભારી બનાવાયા છે. દૃર્શનાબેન જરદૃોશને દિૃલ્હીના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. વર્ષાબેન દૃોશીને દૃીવ, દૃાદૃરા અને નગર હવેલીના ભાજપ પ્રભારીની જવાબદૃારી સોંપવામાં આવી છે.
પંજાબમાં ડૉ. સતીશ પુનિયાને પ્રભારી અને અલ્કા ગુર્જરને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સંજય ભાટિયાને પ્રભારી અને કવિતા પાટીદૃાર અને કુલજીત ચહલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પ્રભારી અને ત્રણ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત માલવિયા, સદૃાનંદૃ શેઠ તનાવડે અને કમલજીત સેહરાવતને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હરીશ દ્વિવેદૃીને બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે સંગીતા યાદૃવ અને રોહન ગુપ્તાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે. ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધે દિૃલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જામયાંગ ત્સેિંરગ નામગ્યાલ અને દૃર્શનાબેન જરદૃોશ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતી પ્રવીણ પવારને ગોવાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અનિલ એન્ટની સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગજેન્દ્ર પટેલને ઝારખંડના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સૌરભ િંસહ અને નિવેદિૃતા િંસહ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરીશ દ્વિવેદૃી કર્ણાટકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ડૉ. કાસમ વેંકટેશ્ર્વરલુ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમ. નાગરાજાને કેરળના પ્રભારી તરીકે, એમ. વેંકટેશનને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકુમાર ભાટિયાને લદ્દાખના પ્રભારી અને જ્યોર્જ કુરિયનને લક્ષદ્વીપના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
