કેનેડામાં લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી

કેનેડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના ૨૦૦ સભ્યોને દૃેશ છોડવાનો હુકમ કર્યો છે, જેમાંથી લગભગ ૧૧૧ લોકોને ડિપોર્ટ પણ કરી દૃેવાયા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્ર્નોઈ ગૃપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદૃીમાં સામેલ છે. આ આકરી કાર્યવાહી વચ્ચે ૨૫ વર્ષીય જશનદૃીપ િંસહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદૃીપ િંસહ ભારતીય નાગરિક છે, અને ડિસેમ્બર ૨૦૨૨માં પોતાને વિદ્યાર્થી ગણાવીને કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન એન્ડ રિયુજી બોર્ડે જુલાઈમાં તેને દૃેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવ્યો અને બહાર કાઢવાનો આદૃેશ આપ્યો. પોલીસનો આરોપ છે કે, તેના તાર લોરેન્સ બિશ્ર્નોઈના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ નેટવર્ક સાથે જોડાયેલા હતા.
જશનદૃીપ િંસહ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક વીડિયો બન્યો છે. આ વીડિયો ઓગસ્ટ ૨૦૨૫માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં બિશ્ર્નોઈ ગેંગ સાથે જોડાયેલો અર્શદૃીપ િંસહ પણ હાજર હતો. અર્શદૃીપ િંસહને બિશ્ર્નોઈ ગેંગનો મિડલ મેનેજર ગણાવવામાં આવ્યો છે, અને તેને ૨૦૨૬માં કેનેડાથી ડિપોર્ટ કરી દૃેવામાં આવ્યો છે.
વીડિયોમાં પાર્ટી દૃરમિયાન પિસ્તોલ લોકો વચ્ચે ફરતી જોવા મળે છે. ત્યારબાદૃ આખું ગૃપ એક ગ્રામિણ વિસ્તારમાં જાય છે. રિપોર્ટ મુજબ, વીડિયોમાં અર્શદૃીપ િંસહ કથિત રીતે પિસ્તોલથી હવામાં ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવતો દૃેખાય છે. કારની બોનેટ પર બર્થડે કેક મૂકેલી પણ નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદૃ પોલીસે તપાસ શરૂ કરી હતી, અને ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખાલી ખોખા મળી આવ્યા હતા.
તપાસ આગળ વધતાં આ હથિયારને બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એક કેફે પર થયેલા ફાયિંરગ સાથે જોડીને જોવામાં આવ્યું. આ ફાયિંરગ કેનેડાના લોઅર મેનલેન્ડ વિસ્તારમાં ચાલી રહેલી ખંડણી (એક્સ્ટોર્શન) રેકેટની તપાસનો એક ભાગ હતું. આ કેસમાં જશનદૃીપ િંસહ પણ પોલીસના રડાર પર આવી ગયો. ઈમિગ્રેશન સુનાવણી દૃરમિયાન તેણે બિશ્ર્નોઈ ગેંગ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઈનકાર કર્યો હતો, અને હથિયારવાળા વીડિયોને લઈને અલગ-અલગ દૃલીલો આપી હતી.
રિપોર્ટ મુજબ, ઈમિગ્રેશન બોર્ડે તેના નિવેદૃનોમાં ભારે વિરોધાભાસ જોયો અને તેના દૃાવાને વિશ્ર્વાસપાત્ર ન માન્યો. આ કાર્યવાહી બાદૃ કેનેડામાં બિશ્ર્નોઈ ગેંગના નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓની િંચતા પણ ઉજાગર થઈ છે.
બિશ્ર્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો પર આતંક, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિિંલગ જેવી ગેરકાયદૃેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપો છે. આ દૃરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૬માં ગેંગ તરફથી કથિત રીતે સામે આવેલો એક પત્ર પણ ચર્ચામાં રહૃાો હતો. આ પત્રમાં ગેંગે કેનેડામાં પોતાના ૫,૦૦૦ શૂટર્સ હોવાનો દૃાવો કર્યો હતો, અને ધમકી આપી હતી કે, તે ટૂંક સમયમાં જ દૃેશ પર કબજો કરી લેશે.

રિલેટેડ ન્યૂઝ