મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. નાગરિકો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
રિલેટેડ ન્યૂઝ
-
ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા
ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે :... -
એસડી પે કૌભાંડનો અજગર ભરડો: ભોગ બનેલાઓનો આંકડો 15 લાખને પાર
6 રાજ્યોમાં ફેલાયેલી છે યોજના: અંદાજે 2000 કરોડથી વધુ રકમ પડાવાયાની શંકા ગુજરાત પોલીસે શરૂૂઆતમાં 635... -
કેદારનાથમાં ભેખડ ધસી પડતા માંડવીના અધિક મદદનીશ ઇજનેરનું મોત
ઇજનેરના મૃતદેહને વતનમાં લાવવા તજવીજ હાથ ધરાઇ માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ...
