સાગર કવચ’ (અથવા સાગર સુરક્ષા કવચ) માછીમારોને જાગૃતી અભિયાન અંતર્ગત મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી નિયંત્રણ હેઠળના જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ બંદર, નવાબંદર, સૈયદ રાજપરા, સીમર બંદર, ખાતે દરિયાઈ સલામતી માટે બે દિવસ સાગર સુરક્ષા કવચનું આયોજન થયું હતું. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે યોજાતી એક અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ મોક ડ્રીલ (કવાયત) વ્યૂહાત્મક બંદર એવા જાફરાબાદ અને તેના આસપાસના દરિયાઈ વિસ્તારો (જેમ કે સરકેશ્વર બીચ) આ સુરક્ષા અભિયાનનો એક મુખ્ય ભાગ રહે છે.26/11ના આતંકવાદી હુમલા બાદ દેશના દરિયાકાંઠાની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા વર્ષમાં બે વાર આ સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવે છે. આ મોક ડ્રીલ કવાયતમાં દરિયાઈ સલામતી સાથે જોડાયેલ તમામ એજન્સીઓ જેવીકે ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, ફિશરીઝ અને મેરી ટાઈમ બોર્ડ દ્વારા દરીયા માં પેટ્રોલિંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું આ અભિયાન દરમ્યાન સાગરખેડૂ ઓ સંકટ સમયે કે કોઈ શંકાસ્પદ બોટ દેખાઈ તે સમયે કોસ્ટ ગાર્ડ ના ટ્રોલ ફ્રી નંબર 1093 પણ જાણ કરવા માટે તેમજ સમાજના આગેવાનો, બોટ એસોશીએસનના પ્રમુખ તથા બોટ માલિકો એ પણ કોસ્ટ ગાર્ડ ના ટ્રોલ ફ્રી નંબર નો ઉપયોગ કરવો માછીમારોને કોઈ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી કોઈ પણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાસ્પદ બોટ વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો સ્થાનિક મરીન પોલીસ નેવીનો તાત્કાલિક સંપર્ક જણાવવામાં આવેલ આ અભિયાન દરમ્યાન માછીમારોની બોટો જાળ તથા માછીમારો ને હાનિ ન પહોંચે તે માટે આ સમયગાળા દરમ્યાન માછીમારોને જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો. માછીમારોની જાગૃતિ: આ કવાયત અંતર્ગત જાફરાબાદ મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દરિયાઈ સુરક્ષા માટે યોજાયેલ સાગર સુરક્ષા કવચ સાથે માછીમારોને જાગૃત કરવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
આરટીઆઈ એક્ટ એટલે અંકુશ નહીં, પારદર્શિતા: નિખિલ ભટ્ટ
રાજ્ય માહિતી આયોગના કમિશ્ર્નરે માર્ગદર્શન આપ્યું માહિતી આયોગ દ્વારા દર વર્ષે આર.ટી.આઈ. વીક સેલિબ્રેશનની ઉજવણી કરવામાં... -
સુત્રાપાડામાં ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં નગરપાલિકા કક્ષાનો 12મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લીધો સરકારી સેવાઓનો લાભ સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે સુત્રાપાડા... -
ગીરમાં પેઢીઓથી વસતા માલધારીઓના અસ્તિત્વ સામે સવાલો
રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડાની અવરજવર પાછળના કારણોની તપાસ જરૂરી ગીરના જંગલમાં પેઢીઓથી વસવાટ કરતા માલધારી પરિવારો આજે...
