ઉના પંથકમાં કપાસના પાક પર રાતડનો કહેર લીલોછમ પાક સુકાતાં ખેડૂતોની આંખમાં આંસુ

મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ નિષ્ફળ જવાની આશંકા, સરકાર પાસે સર્વે કરી સહાયની માગ

ગરાળ, ગાંગડા પંથકમાં કપાસનો પાક સુકાઈ રહ્યો હોવાની ખેડૂતોની

ઉના તાલુકાના ગરાળ અને ગાંગડા પંથકમાં ખેડૂતો પર જાણે આભ ફાટ્યું છે! ખેતરમાં લીલોછમ લહેરાતો કપાસનો પાક હવે રાતડ નામના રોગની ઝપેટમાં આવી ધીમે ધીમે સુકાઈ રહ્યો છે. ક્યાંક છોડનાં પાન સુકાઈ રહ્યાં છે, તો ક્યાંક આખેઆખો કપાસનો વેલો સુકાઈ જતાં ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. એક તરફ મોંઘા ખેડાણનો ખર્ચ, બીજી તરફ મોંઘાંબિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો બોજ છતાં પાક બચાવવામાં સફળતા મળતી ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. હવે સવાલ એ છે કે, આખું વર્ષ મહેનત કરનાર ધરતીપુત્રને જો પાક જ સાથ નહીં આપે, તો દેવું કેવી રીતે ભરશે
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ તથા ગાંગડા પંથકનાં ખેડૂતો માટે ચાલુ ખેતીની મોસમ ચિંતા જનક બની રહી છે. સ્થાનિકખેડૂતોનાજણાવ્યામુજબ, કપાસના પાકમાં રાતડ નામના રોગની સમસ્યા જોવા મળતાં લીલાછમ છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. શરૂઆતમાં પાન સુકાવા લાગે છે અને ત્યારબાદ આખો વેલો સુકાઈ જતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે.
ખેતરમાં મહેનત કરીને ઊભો કરેલો પાક આંખ સામે સુકાતો જોઈ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સારા ઉત્પાદનની આશા સાથે કરેલી ખેતી હવે નુકસાનમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો માટે આ માત્ર પાકનો પ્રશ્ન નથી, પરંતુ આખા વર્ષની આજીવિકા અને પરિવારના ભરણપોષણનો સવાલ બની ગયો છે. એક તરફ પાણી ની સમસ્યાનો છે તો બીજી તરફ રાતડ નામની ઈયર ના આતંક એ આ પંથક ના ખેડૂતો ની મુશ્કેલી મા વધારો કરતાં ખેડુત લાચાર બની રહયો છે

રિલેટેડ ન્યૂઝ